________________
શ્રી કટક સંઘ દ્વારા પૂજ્ય ગણિવર્યશ્રી
- ભુવનવિજયજી મ. સા. ના શાસનપ્રભાવકે બિરદ અર્પણ પ્રસંગે પરમ પૂજ્ય ગણિવર્યશ્રી ભુવનવિજ્યજી મહારાજ સાહેબ
આપશ્રી પૂજ્યપાદ પેગનિષ્ઠ, અનેક ગ્રંથના રચયિતા સ્વ, આચાર્યદેવશ્રી વિજયકેશરસૂરિશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર પૂજ્યપાદ અધ્યાત્મનિષ્ઠ સ્વ. આચાર્યદેવશ્રી વિર્જયચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન, પ્રસિદ્ધવક્તા, અને સૌરાષ્ટ્ર કેસરીના બિરૂદ પ્રખ્યાત છે.
શાસનદેવની કૃપામાં અનેરી અભિવૃદ્ધિ થતાં આ કટક શહેરના નાના સમુદાયમાં વસતા જૈન સમાજને સંવત ૨૦૨૯માં આપશ્રીના ચાતુર્માસનો અને પેગ ઉપલબ્ધ થયો.
આપશ્રીના પ્રેરણાત્મક ઉપદેશનાં કારણે આ શહેરમાં ધર્મ અભિરુચિમાં જે જુવાળ પ્રગટયો તે વિષે વિવેચન કે વિવરણ કદાચ સ્વ પ્રશંસામાં ગણવાનો સંભવ હોય. છતાં પણ અમારાથી ઉલ્લેખ કર્યા સિવાય રહેવાતું નથી. કે આ સમય દરમ્યાન બે બે માસક્ષમણ, સેળભજ્ઞા, પંદર ઉપવાસ વગેરે જેવી મોટી તપશ્ચર્યાઓ અને ક્યારેય એક પણ ઉપવાસ નહિ કરેલ કે એકાદ-બે ઉપવાસથી વિશેષ નહી કરી શકે એવી અનેક વ્યકિતઓ દ્વારા, હસ્તકમલવત અતિ સરલ અને સહજ રીતે અઠ્ઠાઈ વગેરે જેવી મોટી તપશ્ચર્યાઓ થઈ શકેલ છે. તે ફક્ત આપની અને અલૌકિક જિનશાસનની શક્તિ અને પ્રભાવને જ આભારી છે, તેમાં બેમત હેઈ શકે નહીં.
ફક્ત પાત્રીસ વર્ષના દીક્ષા-પર્યાયમાં આજદિન મળે અનેક ગ્રામશહેરોનાં શ્રીસંઘમાં જિનશાસનની પ્રભાવનાનાં જે અગણિત કાર્યો થયા છે. તેમાંથી થોડાકને ઉલેખ કર પ્રસંગોચિત ગણાશે. આપશ્રીની
વિષયનું મરણ એ જ જીવનું ભાવમરણ,
૭૦