SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ આવતી. તેઓશ્રીના પ્રવચનમાં જગતના બધા જ ધર્મો-સંપ્રદાય, સતે-મહત, શાસ્ત્રના આધારભૂત ઉલેખ આવતા અને તેમના હૃદયસ્પશી વિવિધ દૃષ્ટાંતથી પાયાના ધાર્મિક સિદ્ધાંતે સમજાવવાની તેમની લાક્ષણિક શૈલીએ તેમના દિવ્ય-વ્યક્તિત્વ અને અસાધારણ વિદ્વતાનું દર્શન કરાવેલ. તેમનું એક જ વ્યાખ્યાન સાચા મુમુક્ષુને જીવનભરનું ભાથું આપી શકે તેટલુ કૌવતવાળું અનુભવાતું હતું. મહુવાના સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ તરીકે તેઓશ્રીના સાન્નિધ્યને તથા અજારા પાર્શ્વનાથ સંઘમાં સંધપતિ બનીને તેમની સેવાનો મને ઘણે લાભ મળ્યો હતે. મહુવામાં આર્યુંવેદ ઔષધાના સહારે વૈદ્ય તરીકે કામ કરતા મારા એક મિત્ર શ્રી મનુભાઈ ગાંધીની દવાઓ પૂજ્ય ભગવંતશ્રીને સારી રાહત આપનારી નીવડેલ હતી. તે આર્યુંવેદ ઔષધ જાતમહેનતથી બનાવી આપતા હતા. જ્યાં બિરાજતાં હોય ત્યાં દવા પહોચતી કરતો. અા પાર્શ્વનાથ સંઘમાં સાથે રહી ઉકાળો કરી આપતા હતા. આ રીતે એમની કૃપા દ્રષ્ટિ અને આત્મીયતાનું અમી સિંચન અમારા કુટુંબને મળતું જ રહ્યું. આવા સંત કેટિના દિવ્ય વિભુતિમાં જે નિર્માનીપણું, નિખાલસતા, સત્યપરાયણતાં, કર્તવ્યનિષ્ઠા, નીતિમત્તા, નિપૂર્ણતા, માનવતા સંવેદનશીલતા વગેરે ગુણે આવતા હતા. તેનું સ્મરણ પણ જીવનને ચેતનવંતુ બનાવી જાય છે. શ્રાવક તરીકેની શ્રેષ્ઠ ભૂમિકા પર પ્રકાશ પાથરતું જાય છે. અંતમાં તેઓશ્રી જીવન જીતી ગયા, મૃત્યુને મંગળમય બનાવી ગયા. અને પોતાની અલૌકિક પ્રતિભાથી માનવ જગતને ધર્મલાભ પીરસીને અમર બની ગયા. પૂજ્ય ભગવંતને મારા સમગ્ર કુટુંબ પરિવાર અને સમસ્ત સંઘના કેટિ કેટિ વંદના મહુવા દશાશ્રીમાળી સ્થા. જૈન સંઘ વતી મનસુખલાલ નંદલાલ કમબંધન રૂપી કેસર નજીવા ઉપલક બાહ્યાચાર રૂપી ઉપચારથી ન મટે,
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy