SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ સં. ૨૦૩૬નું રાજકોટ ચાતુર્માસ થયું “સૌરાષ્ટ્ર કેસરી” બિરુદ્ધ અર્પણ ને વિહાર કરતા કરતા સુરેન્દ્રનગરમાં ચૈત્રી – ઓળીની આરાધના કરાવવા પધાર્યા. ને અઢાર દિવસ સ્થિરતા કરી. પ્રવચનની હેલી મંડાણી. જૈન-જૈનેતર આબાલવૃદ્ધની ભીડ જામી. પ્રવચનના સમય પહેલા પ કલાકે ઠઠ્ઠ મેદની જામી પડી. ચૈત્ર ઓળીમાં પરમાત્મા મહાવીરના જન્મકલ્યાણકની ઉજવણુમાં ચિત્રી સુદ ૧૪નું એક જ દિવસનું એક આયંબીલ કરવા ઉપદેશ આપ્યો. શ્રોતાઓએ ઉપદેશને વળતે જવાબ આપ્યો કે ચૈત્ર વદ ૧ મે ઓળીના પારણા સાથે ચિત્ર સુદ ૧૪નું એક જ આયંબીલ કરનાર સર્વ ભાઈ-બહનેના પારણું ચિત્રી વદી–૧મે કરવામાં આવશે ને ચૈત્ર સુદ ૧૪ના ૧૨૦૦ આયંબીલ થયા ને તેઓના પારણું ચૈત્ર વદ ૧ મે થયા. પારણું કરાવવામાં અંદાજે રૂા. ૭૫૦૦/- નું ખર્ચ થયું. બસ આ કે ધન્યતમ શ્રીસંઘના આંગણે બનેલો. ધન્ય અવિરમરણીય અમૂલ્ય લહા આ પતે પ્રસંગ...વાણીની પ્રભાવકતાના આવા અવિસ્મરણીય એવા કેટલા દાખલા પૂજ્યશ્રીના જીવનમાંથી મળી શકે છે. સં. ૨૦૪૨ના પોષ માસમાં અત્રે પધારતા ફરી શ્રી સંઘે ચાતુમાસની વિનંતી કરી. જોરદાર વિનતીને પૂજ્યશ્રીએ પ્રતિભાવ પણ બતાવ્યું. મુક્તિધામ-થલતેજ (અમદાવાદ) ગયા પછી નિર્ણય કરવાનું કહીને અત્રેથી સં ૨૦૪૨ ના મહા સુદી ૪ ગુરુવાર તા. ૧૩-૨-૮૬ ના રોજ વિહાર કરી અમદાવાદ તરફ પ્રયાણ કર્યું. અમદાવાદ પહોંચ્યા બાદ શ્રીસંઘ તરફથી પ્રતિનિધિ મંડળ અમદાવાદ શ્રી ચંદ્રસૂરિજ્ઞાન મંદિરે વિનંતી કરવા ગયું. પરંતુ ડૉક્ટરની વિહાર માટે સ્પષ્ટ ના થતા અમારા સંઘની વિનંતી સ્વીકાર ન થઈ અને પાલીતાણુથી લખેલા પત્રમાં જણાવેલું કે–“ભવિષ્યમાં અમારી આશા રાખવાની રહેશે નહીં.” નિખાલસભાવથી લખાયેલા આ શબ્દો ચાલુ વર્ષે (૨૦૪૩)માં ચિત્ર માસે તેઓશ્રી કાળધર્મ પામતા ખરા પડયા. આવા શાસન પ્રભાવક મુક્તિધામ નિર્માતા, દિવગંત આત્માએ સર્વને મુમુક્ષુજનેને નિખાલસતા સહ દિવ્ય-જીવન દર્શન કરાવ્યા. એવા પૂજ્યશ્રી મેહનીય ર્મના પશમથી, ઉપશમથી ને ક્ષયથી જ ને સાચો દૃષિક પ્રાપ્ત થવાની છે.
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy