________________
પશન સાથે પાંચ પાંચ પ્રદેશને આવરી લે છે, પ્રતિષ્ઠા, અંજનશાલકા, છરીપાલિત વિશાળ સંઘ દ્વારા અનેક પ્રકારે શાસનપ્રભાવનાઓ કરી છે. પ્રવચનના યશસ્વી મહાપ્રભાવે લાખો જેનઅજેનના હદયે જીવંત સ્થાન પામ્યા છે. લેખિની દ્વારા વેરાગ્યપષક સાહિત્યથી અનેક વાંચકેના દિલ હરી લીધા છે.
પૂજ્યશ્રીને સુરેન્દ્રનગરના ચાતુર્માસ માટે અમારો શ્રીસંઘ લગભગ પાંત્રીસ વર્ષથી પ્રયત્નશીલ હોવા છતાં કોઈ પ્રબળ અંતરાળ કર્મને ઉદય તે યોગ શ્રીસંઘને પ્રાપ્ત ન થયે છતાં પૂજ્યશ્રીના હૃદયમાં સુરેન્દ્રનગરનું શ્રીસંઘ પ્રત્યેનું સ્થાન કેવું હતું તે પૂજ્યશ્રીના શબ્દોમાં જ જોઈએ....! ફાગણવદી ૧૪ બુધવાર,
પાલીતાણાથી લિ. વિજયભુવનરત્નસૂરિ સાથે શિષ્ય પરિવાર, શ્રી બાપાલાલભાઈ, યેગ્ય ધર્મલાભ, તમારે પત્ર મળ્યો.
“છેલ્લા ત્રીસ વર્ષથી અમારા અંગે તમારા પ્રયત્ન ચાલુ છે. ભાવનગર વિનંતી કરવા સં ૨૦૦૮ની સાલમાં તમો આવેલા. તે પછી સં. ૨૦૧૧ની સાલમાં જુનાગઢ આવેલા. પછી અમેએ સુરેન્દ્રનગર મુકામે ઓળીપર્વની આરાધના કરાવેલી, ત્યારે શ્રીસંઘે વિનંતી કરેલી. પણ ત્યાંની ભૂમિ પ્રત્યે અમારી સ્પર્શના બલવાન ન હતી એટલે સુરેન્દ્રનગર જેવા વિશાલક્ષેત્રને ચાતુર્માસને લાભ આપી શક્યા નહીં. આ વર્ષે પણ અમારી આશા રાખવા જેવી હતી જ નહીં છતાં આશાનું એકાદ કિરણ હતું ખરું પણ ભાવિભાવ હોય તેમ બને છે.... હવે મારી તબિયત દિનપ્રતિદિન કથળતી જાય છે. એટલે ભવિષ્યમાંયે મારી આશા રાખવાની રહેશે નહીં. તમારી અંગત લાગણી અમારા પ્રતિ અપૂર્વ છે. પણ સંઘશક્તિ હમેશા બળવાન છે.”
સંવત ૨૦૩૭માં સુરેન્દ્રનગર ની ઓળીની આરાધના કરાવવા પધારેલા ત્યારનો એક વિરલ પ્રસંગ અવિસ્મરણીય પ્રસંગ પ્રાપ્ત થયેલ–શબ્દમાં લખીએ ને લહાવો લઈ તેને યાદ કરી લઈએ...
જ્ઞાનનું ફળ સમાધિ, શાતા સુખ કરતાં થે
સમાધિ સુખ શ્રેષ્ઠ છે.