________________
હાસલ થઈ જતી.
ગુણસાગર ગુરુદેવ !! સ્વભાવે તદ્દન નિસ્પૃહી અને નીડર હતા. તેથી જૈન સમાજે એમને “સૌરાષ્ટ્ર કેસરી” તરીકે બિરદાવ્યા. પરંતુ ખરેખર તેઓ “ભારત કેશરી જ હતાં. સત્યનું પ્રતિપાદન, સંઘ – ધર્મસિદ્ધાંતમાં અદ્દભૂત દતા, અપૂર્વ શ્રદ્ધા અને કેઈની પણ શેહમાં આવ્યા વગર જે સત્ય હોય તે જ પ્રમાણે કરવાના આગ્રહી મનબળવાળા હતા. અનેક ગુણેના ભંડાર સમા “ભારત કેસરી'બિરૂદ તેઓ ભાવતા. સિદ્ધાંતોની બાબતમાં ગમે તેટલો ને ગમે તે લાભ દેખાતે હોય તે પણ બાંધછોડ કરતા નહીં. પરંતુ ગમે તેવા કપરા સંજોગોમાં ચલિત થતા નહીં. આવી તેમની અનેક સિદ્ધિઓ હેવા છતાં તેઓ તેને પિતાને ગુણ માનતા નહીં પરંતુ પોતાના ગુરુની પરમકૃપા છે એવી માન્યતા વારંવાર પ્રદર્શિત કરતા.
તેમના જીવનના દીક્ષા પર્યાય દરમ્યાન જૈન શાસનને દીપાવે તેવા ઘણા પ્રસંગેનું સર્જન કરેલ છે. જે જૈન શાસનના વર્તમાન ઈતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થશે. અરે, ઘણું છરી પાલિત સંઘે તેમની નિશ્રામાં નીકળેલ છે.
ભેગપ્રધાન યુગમાં પંચમહાવ્રતધારી સાધુ-સાવીને સમાગમ અતિ દૂર્લભ છે. એવા સમયે આપણને શાસન કેસરી, નિડર, સંચમી, સત્યપ્રિય ગુરુ મળ્યા એ આપણું અહોભાગ્ય જ ગણુય. આ સંસારે મનુષ્ય જીવનને સાર્થક કરનારા વિરલાઓ તે કેક જ જોવા મળે ને?
મહાપુરુષ ને સાધુ-સંતે કાળધર્મ પામવાની ઘટના એક અપેક્ષાએ શાક કે દુખને પ્રસંગ નથી, કારણ કે આવા મહાત્માઓ પિતાના જીવન દરમ્યાન ધર્મ – સાધના ને સંયમથી આત્માની ઉચ્ચગતિ નિર્માણ કરી દીધી હોય છે અને નિશ્ચયથી તેઓ થોડાક ભવમાં પરમપદને પામે છે. દુઃખને પ્રસંગ તે આપણુ જેવા સંસારી અનુયાયીઓને હોય છે કારણ કે આપણું મોક્ષમાર્ગ આરાધનાની સાધનામાં પરમગુરુ સમાં પથદર્શક ગુમાવીએ છીએ, એ કારણે આપણને શાક-સંતાપ
પુણ્યપ્રકૃતિ બાંધનારે જીવ નિશ્ચિતપણે
ત્રીજા ભવે મોક્ષ પામવાને,
૫૮