________________
આપશ્રીની પુનિત નિશ્રામાં મારી વડી દીક્ષાને યોગ થયેલ. મારી બાલ્યવય હવાથી ચેગ સારી રીતે પૂરા થાય તે માટે વાસક્ષેપ નાખીને ચાગ પૂરા કરાવ્યા.
હમેશા સુખશાતા પુછીને એમ કહે કે નાના મહારાજ નિવામાં ને આયંબિલમાં તમારી ભક્તિ બધા કરે છે ને. હું નાની હોવાથી પૂજ્યશ્રીએ મારું નામ ટીનું પાડ્યું હતું. પૂ. આચાર્ય ભગવંતશ્રીનું વ્યાખ્યાન હું નાની હોવા છતાં મને બહુ સારી રીતે સમજાઈ જતું બધું ય મને યાદ છે.
છેલ્લે, અમે થલતેજથી વિહાર કરવાના હતા. ત્યારે મને કહ્યું કે, તમે ખૂબ ભણજો અને ગુરુ મહારાજની સેવા કરજે.” પૂજય મોટા મ.સા.ને કહે કે, આ સાધ્વી તમારી બહુ જ ભકિત કરશે. આપણું સમુદાયના પૂ. સાધ્વીશ્રી નેમ શ્રીજી મ.સા. પછી નાની ઉંમરમાં મારી દીક્ષા થયેલ. તેથી સમુદામાં સૌથી નાના છે એવું ઘણીવાર કહેતા. આવા અજોડ જ્ઞાની પૂ. ગુરુજી અમને અટૂલા મૂકીને સ્વર્ગે સિધાવી ગયા, સ્વર્ગેથી અમને આશિષ આપજે.
પૂ. સાધ્વીશ્રી વિનયપ્રભાશ્રીજી મ.ની આજ્ઞાંતિ બાલસાધ્વીશ્રી કૈવલ્યપ્રભા.
તે દિન ચૈત્ર શુકલા ૧૪...
પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજયભુવનરનસૂરિજીના કાળધર્મ પામ્યાના સમાચાર સાંભળતા–“કાળજુ કંપી ઉઠયું. વિરહને વીંઝતા વાયું રાંક-શિષ્યના રત્નને રેળી નાખનારે, સમાજના સ્તંભને તેડનાર, સમુદાયની શાંતિને આંચકે આપનાર, શાસનના હીરને હણનારો તે દિન ચૈત્ર શુકલા ૧૪” ' ,
ક્રોધી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય
-પુરુષાર્થમાં સફળતા સાધી શકે. •