________________
૨૭૬
શ્રી સમેતશિખરજીનું સ્તવન. સમેતશિખર મુજને બહાલું લાગે છે,
પ્રગટ વસે છે વાલે પારસનાથ સખી. સમેત. ૧ આટલો સંદેશે જઈને પ્રભુજીને કહેજે,
ભવસાગરથી ક્યારે ઝાલશે હાથ સખી. સમેત૦ ૨ કોધ અગ્નિની વાલા, મુજને બાળે છે,
કૃપા વારિને ક્યારે, કરશે વરસાદ સખી. સમેત૦ ૩ કામ સ્વરૂપી હસ્તિ, કચરી નેખે છે,
શઠતા સ્વરૂપી સિંહ, કરે છે નાદ સખી. સમેત૦૪ હું તે દાસી છું પ્યારા, પાર્થ પ્રભુની,
સહજ સલુણે મારે, કેડિલે કંથ સખી. સમેત ૫ કુટુંબ કબીલે સાચા, શિયાળવા છે,
ઘેરી રહ્યા છે મુજને, આવી ચૌપાસ સખી. સમેત ૬ અંતરના બેલી પ્રભુજી, ક્યારે ઉગારશે,
હૈયામાં હવે મને, કાંઈ નથી હામ સખી. સમેત ૭ કરૂણના સાગર પ્રભુજી, જ્ઞાન ઉજાગર,
વહાલું લાગે છે વાલા, આપનું ધામ સખી. સમેત૦ ૮ અમીરસ ઝરતી મુરતિ, પ્યારી લાગે છે,
કુમુદને હાલે જે, શરદને ચંદ સખી.સમેત૯ સમેત શિખર વાસી, શામળીઆ હાલા,
વામાં માતાને રૂડા, લાડીલા નંદ સખી. સમેત ૧૦ નટડીના દેર ઉપર, સુરતા છે જેવી,
એવી પ્રભુમાં બેની, મારી છે પ્રીત સખી. સમેત૦ ૧૧ અજીતસાગર સુરી, એ રીતે બેલે,
પ્રભુએ સંભાળી રૂડી, રાખીને રીત સખી.સમેત૦ ૧૨