________________
૨૧૬ “અન્ય સ્થાને કરાયેલું પાપ તીર્થસ્થાનમાં નાશ પામે છે, જ્યારે તીર્થસ્થાનમાં કરેલું પાપ વજલેપ જેવું બની જાય છે ? તાત્પર્ય કે પછી એ પાપમાંથી છુટવાને કોઈ ઉપાય રહેતું નથી, એટલે તેનું ફળ અવશ્ય જોગવવું પડે છે.
પાપ સ્થાનકે અઢાર છે, તેમાં પાંચ પાપે ઘણાં મોટાં છે, તેને તે અહીં અવશ્ય ત્યાગ કરવો જોઈએ, અર્થાત્ કઈ પ્રાણુની હિંસા કરવી નહિ, જૂઠું બોલવું નહિ. ચેરી કરવી નહિ, અબ્રહ્મનું સેવન કરવું નહિ તથા પરિગ્રહમાં મૂરિષ્ઠત થવું નહિ, આ પાપે થવાનું મુખ્ય કારણ મોજશોખ છે, એટલે તેનાથી દૂર રહેવું જોઈએ. વળી કલહ-કંકાસ કર્મબંધનનું કારણ છે, એટલે કેઈ સાથે લડાઈ-ઝઘડે ન કરતાં સલુકાઈથી વર્તવું જોઈએ અને અહીં આવનાર સવે મારા સાધર્મિક બંધુઓ છે, એમ માનીને તેમની સાથે નેહભર્યો વર્તાવ કરવો જોઈએ. - શ્રી હરિભદ્રસૂરિજીએ પંચાશકમાં તીર્થયાત્રાને લગતાં છ કર્તવ્યને નિર્દેશ કર્યો છે. તે અનુસાર યાત્રિકે તીર્થભૂમિમાં આવીને યથાશક્તિ દાન દેવું જોઈએ અને પ્રભુને ભંડાર ભરે જોઈએ. યથા શક્તિ તપ કરવું જોઈએ, ઉચિત વેશભૂષા રાખવી જોઈએ (જેથી બીજા પર ખરાબ છાપ ન પડે) વાજિંત્રવાદન કરવું જોઈએ, સારગતિ સ્તુતિ -તેત્રો બોલવા જોઈએ અને હર્ષમાં આવીને પ્રભુ સમક્ષ નૃત્ય કરવું જોઈએ.
અન્યત્ર મન, વચન, કાયાની પવિત્રતા જાળવવાને ખાસ ઉપદેશ છે.
બસ, આટલી સમજણ સાથે યાત્રિક ગિરિરાજની યાત્રા કરવા તત્પર બને. પરંતુ હજી અમારે મહત્વની એક—બે વાત કહેવાની છે. યાત્રાની સફલતાને ખર આધાર શ્રદ્ધા અને ભાવોના ઉલાસ પર છે. તેથી યાત્રિક પિતાનો દીલને શ્રદ્ધાથી ભરી દેવું જોઈએ. અને તેમાં ઉલાસને અતિરેક આ જોઈ એ શ્રદ્ધા વિનાની યાત્રા એ શું યાત્રા છે? નહિ, નહિ, એ તે એક પ્રકારનું પરિભ્રમણ જ છે, ત્યારે ઉલ્લાસ વિનાની યાત્રને યાત્રા કહેશો ખરા? અમે તે તેને એક પ્રકારને ફેગટ પરિશ્રમ જ ગણીએ છીએ.
દિલમાં શ્રદ્ધા હોય, ઉલ્લાસ હોય, તે ગિરિરાજનું કઠિન આરહણ પણું મનમાં ભેદ ઉપજાવતું નથી કે વિષાદને અનુભવ થવા દેતું નથી. બધે સમય આનંદ આવે છે અને તેમાંથી અનેક પ્રકારના શુભ વિચારેને–ભાને જન્મ થાય છે. આ વસ્તુ મામાલિન્ય દૂર કરે છે. કુસંસ્કારને હઠાવી દે છે અને પવિત્રતાને પ્રવાહ વહેતે કરે છે.
શિખરજીની યાત્રા કારતક સુદિ ૧૫ થી ફાગણ સુદિ ૧૫ સુધીમાં વિશેષ પ્રમાણમાં થાય છે. ત્યાર પછી યાત્રાળુઓનું પ્રમાણ ઘટે છે. વિદ્યાસાગર ન્યાયારત્ન શ્રી શાંતિવિજયજી મહારાજે જૈન તીર્થ ગાઈડમાં જણાવ્યું છે કે “ઘણા લોક એ વાતનો વિચાર કરે છે કે શિખરજીના પહાડમાં હરડાં, બહેડા, આંબળા, ભીલામા, (તથા) વછનાગ વગેરે