SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ પ્રવાસ કરનારાઓએ આગળના મોટા સ્ટેશને ઉતરી અહીં પેસેન્જર ટ્રેન દ્વારા આવવાનું રહે છે સ્ટેશન સામે જ શેઠ આણંદજી કલ્યાણજીની ધર્મશાળા છે. ત્યાં મુનીમ અને બીજા માણસો રહે છે, તે શિખરજી પહાડની પૂરેપૂરી વ્યવસ્થા રાખે છે. અહીંથી નીમીયાઘાટના રસ્તે શિખરજી ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવાનની ટૂંકે પહોંચી શકાય છે. પરંતુ યાત્રિકને મધુવનમાં રહેલાં જિનમંદિરનાં દર્શનનો લાભ મળે તથા બીજી પણ અનુકૂળતા રહે તે માટે તેમણે ત્યાંથી ૧૪ માઈલ બસને પ્રવાસ કરીને મધુવનમાં આવી જવું ઉચિત છે. [૬] યાત્રા અંગે બે બેલ યાત્રા–તીર્થયાત્રા એ જીવન સુધરવાની જડીબુટ્ટી છે, જીવનને ઉન્નત બનાવવાને અભુત કીમિયે છે, જીવનને શુદ્ધ-નિર્મળ–પવિત્ર બનાવવાને અનુપમ ઉપાય છે. તેથી જ સર્વ મહાપુરુએ તેની અગત્ય સ્વીકારી છે અને તેને ધાર્મિક પ્રવૃત્તિમાં અગત્યનું સ્થાન આપ્યું છે જેન મહર્ષિઓનું તે સ્પષ્ટ ફરમાન છે કે શ્રદ્ધાસંપન્ન વિકશીલ ક્રિયાવિભષિત શ્રાવકોએ વર્ષમાં એક વાર તે નાના–મોટા કઈ પણ તીર્થની યાત્રા અવશ્ય કરવી. તીર્થ એ તરવાનું સાધન છે. શબ્દની વ્યાખ્યા પણ એ જ અર્થનું સૂચન કરે છે. ત્તાનેતિ તીથg” એટલે અહીં આવનારે એવી જ પ્રવૃત્તિ કરવી જોઈએ કે જે સંસારસાગર તરવામાં ઉપગી થાય તાત્પર્ય કે દાન, શીલ, તપ અને ભાવનું યથાશક્તિ આરાધન કરી લેવું એ તીર્થયાત્રિકનું ખાસકર્તવ્ય છે. સાથે એ પણ યાદ રાખવું કે કદી હતારો જોઈએ તેવો ન મળે, સગવડમાં કંઈ ખામી હોય કે વાહન વગેરેને પ્રબંધ સતેષકારક ન થાય તે આકળા-ઉતાવળા થવું નહિ, પણ ખામોશી પકડવી અને જે છે તે જ ઠીક છે એમ માનીને સંતોષ ધારણ કરે. ઈચ્છાપૂર્વક કષ્ટને સહન કરી લેવું એ કાયકલેશ” નામનું એક પ્રકારનું તપ છે.” એ કદી પણ ભૂલવું નહિ વળી ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર' એ ઉકિત પણ યાદ રાખવી. ધીરજ અને શાંતિથી જે કામ થાય છે, તે આકળ-કે ઉતાવળા થવાથી થતુ નથી. પાપને–પ પકારી પ્રવૃત્તિને તે અહીં પટ પર લઈ ન શકાય. કહ્યું છે કે अन्यस्थाने द्रुतं पापं, तीर्थस्थाने विनश्यति । तीर्थस्थाने गत पापं, वालेपो भविष्यति ॥ *બલ તપના છ પ્રકારો છે : (૧) અવસ, (ર) ઉોરિકા, (૩) શનિદોષ, ( સાસ (૫) કાયકલેસ રપને (૬) સંલીનના,
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy