________________
૨૧૭
એવી ઝેરી જડીબુટ્ટીઓ છે કે જેની અસર વૈિશાખ-ન્ડ માસમાં અહીંના પાણી પર આવી જાય છે અને તેથી યાત્રીલેક બિમાર પડી જાય છે. પરંતુ આ વિચાર છેટે છે, અમે કેટલી વાર ગરમીના દિવસોમાં અહીં આવી ચૂક્યા છીએ ખાસ મધુવનમાં તે મીઠાં પાણીના ઘણા ફવા છે, તેથી યાત્રીઓને કોઈ જાતની તકલીફ પડતી નથી. પહાડી ઝરણાંનું પાણી પીવાની કોઈ જરૂર પણ નથી. જે પાણીની અસર આવા જ પ્રકારની હોય તે યાત્રીઓ અહીં દરેક વખતે આવ્યા કેમ કરે ? સામાન્ય લકેના કહેવાથી દેરવાઈ જવાની જરૂર નથી.
રૂના વ્યાપારવાળાઓને કારતક-માગશરમાં ફુરસદ હોતી નથી. માસામાં વરસાદનું કારણ હોય છે અને ગરમીમાં પાણી બગડી જાય છે. તે બતલાવો કે તીર્થયાત્રાએ કયારે જશો? પુત્ર-પુત્રીના વિવાહ અને જાનમાં વૈશાખ-જેઠમાં પણ જાઓ છે, કેઈ બહાનું બતાવતા નથી અને તીર્થયાત્રામાં આવાં બહાનાં સામે આવે છે. પરંતુ આ બધી ફ્રીઝલ વાતે છે. જ્યારે દિલ માને ત્યારે યાત્રા કરે અને કેઈ જાતને ભય રાખે નહિ.
સ્પેશ્યલ ટ્રેન દ્વારા આ પ્રદેશની યાત્રા કરવા આવનાર કાર્તીકી પૂર્ણિમાના દિવસે કલકત્તાના સુપ્રસિદ્ધ ભવ્ય વાડાનાં દર્શન કરીને સીધા અહીં આવવાનું પસંદ કરે છે, તેથી એ સમયે અહીં યાત્રાળુઓની ભારે ભીડ રહે છે. ત્યારપછી એ ભીડ કમે કેમે ઓછી થાય છે. વળી પિષ દશમી એટલે પોષ વદી ૧૦ (ગુજરાતી માગસર વદી ૧૦) આવતાં યાત્રાળુઓની સંખ્યા વધે છે, કારણ કે તે દીવસે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું જન્મકલ્યાણક છે અને અહી મેટે મેળે ભરાય છે.
યાત્રાના આ સમય દરમીયાન અહીં ઠંડી સારા પ્રમાણમાં હોય છે. ખાસ કરીને પ્રાતઃકાળના અગીયાર વાગ્યા સુધી તે વધારે હોય છે, એ વખતે સમી પવતી વૃક્ષઘટાઓમાંથી શીતળ પવનની લહરીઓ જોરદાર વહેતી હોય છે તથા ગિરિરાજ પરની માટી અને કાંકરા ઠંડા હિમ જેવા બની જાય છે, તેથી યાત્રાળુઓને માટે ઉચિત છે કે તેમણે શરીરે ગરમ કપડાં અને પગમાં કંતાનના જોડા પહેરવા તથા ઊંચી-નીચી ભૂમિમાં ટેકે લઈ શકાય, અને ચડવાનું સુલભ બને તે માટે પિતાની પાસે લાકડી રાખવી.
ગિરિરાજની યાત્રામાં છ માઈલને ચડાવા, છ માઈલની પ્રદક્ષિણા અને છ માઈલનો ઉતાર એમ કુલ ૧૮ માઈલ ચાલવાનું હોય છે, પણ માનસિક ઉત્સાહ તથા આસપાસનાં રમણીય દને લીધે તેને વિશેષ પરિશ્રમ જશુ નથી, આથી સારી તંદુરસ્તીવાળા કોઈપણ સ્ત્રી-પુરુષ તેની યાત્રા સારી રીતે કરી શકે છે. જેમની શક્તિ કે તેયારી આ પ્રકારની ન હોય, તેમને માટે કેલીઓ તૈયાર છે.
२८