________________
પરિણામ છે. વિદ્યાસાગર ન્યાયરત્ન શ્રી શાંતિવિજ્યજી મહારાજે અહીંના પક્ષીઓની નોંધ આ પ્રમાણે લીધી છે ___मोर-तोते-मेना-बुलबुल-चीडिया-तीतरकबुतर वगेरा हरफसली परीदा यहां पर દ્રષ્ટિ એ હંમેશા યાદ રાતે શું ”
પરંતુ અમે માનીએ છીએ કે આ નેધ ઉડતી છે. જે સૂક્ષમ નિરીક્ષણપૂર્વક જેવામાં આવે તે અહીં ચિત્ર-વિચિત્ર અનેક જાતનાં પક્ષીઓ મળી આવે અને અહીંના પ્રાકૃતિક જીવન પર વધારે અજવાળું પાડે.
અહીંના વતનીઓ ગિરિરાજમાં જઈને જોળી મુસળી, કાળી મુસળી, વરાધના પત્તાં, માથાની દેવા, ખસની દવા વગેરે વિવિધ ઔષધિઓ એકત્ર કરી ધર્મશાળાનાં દ્વારે આવે છે અને ખૂબ સસ્ત વેચી જાય છે જગલમાં કામ કરનારા વાંસ અને ઈમારતી લાકડામાંથી સારી કમાણી કરે છે. ગિરિરાજ પર ચાહ તથા ફળના બગીચા છે, ઘણા આબાદ છે અને માલીકને ઘણે લાભ આપે છે.
[૪].
ગિરિરાજે પહોંચવાના માર્ગો જ્યારે તીર્થયાત્રા પગપાળા થતી, ત્યારે આ ગિરિરાજે પહોંચવાનું કામ ઘણું કઠિન ગણાતું, કારણ કે રસ્તામાં ઘણું નદી-નાળાં–જંગલ આવતાં, તદ્દન અજાણ્યા પ્રદેશો વટાવવા પડતા, રસ્તામાં ચાર લૂંટારૂને ભારે ભય રહે અને તેથી ચોકિયાત વગેરે પણ રાખવા પડતા. આ યાત્રા એકલ-દોકલથી તે થઈ શકતી જ નહિ. સારો સાથસથવા હેય તે જ થઈ શકતી અને તેથી સંઘની સાથે યાત્રા કરવાનું વિશેષ અનુકૂળ ગણાતું.
સંઘને પણ રસ્તામાં જે નાનાં નાનાં રાજ્યો આવે તેમની સંમતિ મેળવવી પડતી. તેમનું નક્કી કરેલું દાણ આપવું પડતું અને તેમને ભેટ સોગાદ આપીને રાજી કરવા પડતા પં. સિભાગ્યવિજયજીએ એ સમયનું ચિત્ર તીર્થમાળામાં આ પ્રમાણે દેર્યું છેઃ
ઝરીઈ વનવૃક્ષ ઝાઝા રઘુનાથસિંહ મહારાજા સુંદર સુણજી ; સોમદાસ ગુણગ્રાહી સંપત્તિ સારૂ રહિ છે. સં. ૧૫ જર જાતિ તિહાં દિવાણ ભર બેસે સભા મંડાણ હે, શું. જામે જે કઈ આવે અઢી લઈ આગે બોલાવે છે. સં. ૧૬ ભીતર લેવે રાજા મુક્કાથી હવે તાજા હે, શું. વિચમેં ફિરે જે દલાલ શ્રાવક સે કરે લાલપાલ છે. સં. ૧૭