SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ પાલગંજથી શિખરજીનાં યાત્રાસ્થાનને માર્ગ ચૌદ માઈલને થાય છે, તેથી અહીં સાત કેશને નિર્દેશ છે. આ સાત કેશને માગ સીધે કે સરળ નથી, પણ વિષમ છે. વિષમ એટલા માટે કે ત્યાં વાઘ, સિંહ અને હાથીનું રાજ છે.” અહી પ્રથમ હાથીઓ ઘણું રહેતા, તેથી હાથીનો નિર્દેશ છે. પછી કાલક્રમે તે એાછા થતા ગયા અને આજે તે આ ગિરિરાજ પર હાથીનું નામનિશાન નથી. ગુજરાતના પાવાગઢના પહાડ પર પણ આમ જ બનેલું છે. માણસને અવરજવર વધતાં અને ગીચ ઝાડી ઓછી થતાં આવું બને છે, એમ અમારું માનવું છે. - વાઘ પહેલાં ઘણુ હતા, આજે ઓછા છે. તેમાં પણ ઉપરનું જ કારણ છે. ગરમીની વાતમાં વાઘ વગેરે પ્રાણુંઓ ગાંધર્વનાળામાં પાણું પીવા આવે છે, પણું હજી સુધી કઈ યાત્રિકને નુકશાન પહોંચાડયું નથી. સિંહની વસતી આજે માત્ર સૌરાષ્ટ્રના ગિરનાં જંગલમાં છે, પણ એક કાળે તેની વસ્તી અન્ય પહાડે અને જંગલમાં પણ હતી, એટલે અહીં સિંહનું હોવું અસંભવિત નથી. - કવિ શીલવિયજીએ તીર્થમાળામાં કહ્યું છે કે – ગજગડા આરણની ઘટા મૃગ કસ્તુરિયા બહુ સામટા, ૨૬ એટલે અહી હાથી, વાઘ અને સિંહ ઉપરાંત ગેંડા, રેઝ અને વિવિધ જાતિના મૃગે પણ હશે અને તેમાં કસ્તુરિયા મૃગ કે જે નેપાળ, તિબેટ વિગેરે દેશો સિવાય બીજે ભાગ્યે જ જોવામાં આવે છે. તે પણ ટેળામાં નજરે પડતા હશે. અન્ય યાત્રિકેએ ૨હીં સાબર, રીંછ, વરુ, શિયાળ વગેરે હેવાનું પણ જણાવ્યું છે અને વાનરટેળાંઓની પણ સેંધ લીધી છે. તાત્પર્ય કે આ ગિરિરાજ જેમ વનસ્પતિથી ભરપૂર છે, તેમ વિવિધ પ્રકારના જંગલી પશુઓથી પણ ભરપૂર છે. અહીં શિકાર કરવાની રાજ્ય તરફથી મનાઈ છે. એટલે આ પશુઓ અહી નિર્ભયતાથી રહી શકે છે અને પિતાના દિવસે આનંદમાં નિર્ગમન કરે છે. અહીં વિશેષ સાપ લેવાની નોંધ કઈ તીર્થસાળાએ લીધી નથી, પશુ અન્ય યાત્રિએ લીધી છે અને તે સાથે એ પણ જાવ્યું છે કે તેની અહીં કોઈ રાડ નથી, એટલે કે તે કોઈને કરડતા નથી. આને આપણે તીર્થન પરમ પ્રલાવ સમાજ જોઈએ, કેમકે મણિથી ભૂષિત થયેલા હોય તે પણ એ પિતાની પ્રકૃતિ પર ગયા વિના રહેતા નથી. આ ગિરિરાજ પર વિવિધ પ્રકારનાં પક્ષીઓ થાય છે અને તે પિતાનાં સૂરીલાં મનહર ગાનથી જંગલમાં મંગળ પ્રવર્તાવે છે, પણ કોઈ પ્રાચીન તીર્થમાળાએ તેની ધ લીધી નથી ! પક્ષીઓ સાથેને આપણે સંપર્ક ખૂબ ઘટી શકે છે, તેનું જ આ
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy