________________
પ
પારસનાથના માલ્યા અમે છું પ્રભુના રખવાલા હે, શું. સંઘ લેઈ તમે આવ્યા ઘો અમને જે કંઈ લાવ્યા છે. સું. કતરાણું આવ્યા ઉલ્લાસ તિહાં તીરથરાયને વાસ હસું. કૃષ્ણસિંહ નામે રાજા પરતાપી સબલ દિવાએ છે. સું. કહે રાજા કિરિયા કીધી યાત્રા દેવી મનસા લીધી હે; સું. તીરથ એ પવિત્ર તુમ્હારે સમ્મદ શિખર જુહાર છે. સું. હમ સેવક તીરથના તિણ કારણ દીજે જતના હે, શું.
અમ હાસલ દીજે દાણ અવરાંસુ નહિ તાણ છે. . ૨૧ પં. સૌભાગ્યવિજ્યજી જે સંઘ સાથે આવ્યા હતા, તે પ્રથમ મુર્શિદાબાદ ગયે હતું, ત્યાંથી કાસમ બજાર વગેરે થઈ પાછા વળતાં વર્ધમાન (બરદ્વાન), બકૅલેસર, પચેટ, રઘુનાથપુરા, નિંદા અને દાદર નદી થઈ ઝરિયા આવ્યું હતું. એ વખતે ઝરિયાની આસપાસ ઝાડી ઘણું હતી, અને ત્યાં રઘુનાથસિંહ નામનો રાજા હતા. તેને સોમદાસ નામને દીવાન હતા. તે સમેતશિખરજીની યાત્રાએ જતાં જે કંઈ યાત્રી અહીં આવે તેને અડધે રૂપિયે લઈને આગળ જવા દેતે. (એ વખતને અર્થે રૂપિયે એટલે આજના લગભગ દશ રૂપિયા !) રાજા ખાનગીમાં મુંડિયા વેરા પણ લેતા અને એ રીતે ઘણા પૈસા ભેગા કરતે, વચમાં દલાલે પણ ફર્યા કરતા. કાશી, પ્રયાગ, મથુરા વગેરેમાં પંડયાઓ હોય છે, તેવા જ આ દલાલે હશે ! તેઓ યાત્રાળુઓને કહેતા કે “અમે તે પાર્શ્વનાથ ભગવાનના પાળેલા રખેવાળ છીએ અને તમે તેમની યાત્રાએ જવાનો સંઘ લઈને આવ્યા છે, માટે જે કંઈ લાવ્યા છે, તેમાંથી થોડુ) અમને આપો.'
ત્યાંથી કતરાસુ એટલે કતરાસગઢ આવ્યા. ત્યાં કૃષ્ણસિંહ નામને રાજા હતા. તે યાત્રાળુઓને-સઘને એમ કહે કે “આ સમેતશિખર તીર્થ તમારૂં છે, માટે તેની સુખેથી યાત્રા કરે, પણ અમે આ તીર્થના સેવક છીએ, તેથી અમારૂ દાણ અમને આપે. અમે તેથી વિશેષની આશા રાખતા નથી, વગેરે.
ઈસરી એટલે પાર્શ્વનાથ હીલ સ્ટેશનથી ૩ માઈલ નીમીયાઘાટ છે, ત્યાંથી ૯ માઈલ ટોપચાચી છે અને ત્યાંથી ૨ માઈલ પર કતરા સગઢ અવેલું છે. એટલે ઈસરીથી તે ૨૩ માઈલ છેટે આવેલું છે. ત્યાંથી ૬ માઈલ કરકેન્દ્રા અને ત્યાંથી ૪ માઈલ ઝરિયા છે. એટલે ઝરિયા અને કતરાસગઢ વચ્ચે માત્ર દશ માઈલનું જ છેટું છે. તેમાં રાજ્યની સરહદ બદલાય અને નવા રાજ્યને કર, વેરે કે મુંડકું જે કંઈ ત્યાં લેવાતું હોય તે આપવું પડે.
આ ધનલભી નાના નાના રાજાઓ કઈવાર સંઘને બદદાનતથી રેકી લેતા અને