________________
તલહેટ્ટિ પાલઈશુંજા ગામ, સંબઈ જઈનઈ કીધું મુકામે.
રાયકે એ તિહાં લીધતુ જય જય રાય. ર૯ શ્રી વિદ્યાસાગરના પ્રશિષ્ય અને શ્રી સહજસાગરના શિષ્ય શ્રી વિજયસાગરે સં. ૧૬૬૪ આસપાસ સમેતશિખર તીર્થમાળા રચી છે, તેમાં જણાવ્યું છે કે –
દીઠ ડુંગર ફરિથી અટવી અટક ઉલાદ્ધિ, પાલિગંજ પિરિતલહરી પામી કુશલે સંગિ. સંઘપતિ ભૂપતિ ભેટિએ, લરિભરિ ભેટણ પાત્ર;
અમે અછું દેસા ઉરી, દેવે કરા જાત્ર. શ્રી કલ્યાણુવિજ્યજીના શિષ્ય શ્રી જ્યવિજય કે જેઓ શ્રી હીરવિજયસૂરિ સમ્રાટ અકબરની મુલાકાતે ગયા ત્યારે સાથેઝ હતા તેમણે સં. ૧૬૬૪ માં રચેલી સમેતશિખર તીર્થમાળામાં જણાવ્યું છે કે –
ઈમ જતાં કૌતિક વાઈ રે ઉતરીઈ વિસમઈ ઘાટઈક સમેતાલ દીઠા નયણે રે સ્તવી બહુ અમૃત વયણે. નાલિકેર વધારી લીજ રે સંઘભગતિ વધાઈ જઈ હરષઈ કરી તનમન ભરીયઈ ગિરિ તલહરી જઈ ઉતરી.
વસ્તુ પાલગંજ પાલગંજઉ નયર પ્રસિદ્ધ, પૃથ્વીનચંદ્ર નરનાયક, ન્યાયવંત નિજપરની પાલઈ, અરિજન રવિકર સમું ભુવનમાંહિ જસુખ્યાતિ માહઈ વિનય કરી સંઘપતિ ભણુઈ યાત્રા કરાવઉ દેવ.
અખ્ત મનિ અતિ અલજે ઘણે કરવા તીરથ સેવ. ૫. ચિવિજયજીના શિષ્ય કવિ શીલવિજ્યજીએ સં. ૧૭૪૬ માં તીર્થમાળા રચી છે, તેમાં જણાવ્યું છે કે
પાલગંજ તલહટી વસઈ, રાજા બત્રી મનિ ઉલ્લસિં;
પારસનાથની ઓલગ કરિ, પ્રભુની આણુ સદા સિર ધરિ. એટલે પાલઈશું જા, પાલિગંજા, પાલગંજઉ એ પાલગંજનાં જ પ્રાચીન નામ છે. આ પાલગંજ (Palganja) અત્યારે પણ વિદ્યમાન છે અને તે મધુવનમાં ઉત્તર-પૂર્વમાં ૬-૭ માઈલ અને ગિરડીથી દક્ષિણ-પશ્ચિમમાં ૧૧–૧૨ માઈલપર આવેલું છે. એક કાલે તેના તાબામાં ૮૦૦-૯૦૦ ગામે હતાં એમ પણ જાણવા મળે છે.
* પ્રાચીન તીર્થમાળા સંગ્રહ, સંપાદકીય નેધ પૃષ્ઠ ૪.