________________
૧૯
આ ગિરિરાજ પાલગજના રાજા પાસેથી જૈન સંઘના કબજામાં કેવી રીતે આ તેની હકીક્ત આ જ ગ્રંથમાં શ્રી અમેતશિખરજીના રાસના ચાર ભાગમાં આપેલી છે.
[૩] પ્રાકૃતિક સૌન્દર્ય અને સંપત્તિ આ ગિરિરાજ સમુદ્રની સપાટીથી ૪૪૪૮ ફિટની ઊંચાઈ ધરાવે છે અને તેનું દર્શન અતિશય રમ્ય લાગે છે. કવિ લાલવિજયજીના શિષ્ય ૫. સૌભાગ્યવિજયજીએ સં. ૧૭૫૦ માં રચેલી તીર્થમાળામાં જણાવ્યું છે કે
દશન ફરસનઝ એ તીરથ તેણે આપે પરમાણુંદ સનેહી. ૨ હું બલિહારી છે સમેતશિખરકી સિદ્ધ વીસ જિર્ણ સનેહીટ ૭
• આ તીર્થનું દર્શન અને આ તીર્થની સ્પર્શના પરમ આનંદ આપે છે. બલિહારી છે આ સમેતશિખરજી તીર્થની કે જ્યાં વીશ જિનેન્દ્ર સિદ્ધ ગતિને પામેલા છે.”
આ ગિરિરાજનું દર્શન આટલું રમ્ય લાગવાનું કારણ તેની વનરાજી છે. તે ઉપરથી નીચે સુધી છવાયેલી છે અને આ ગિરિરાજ જાણે નીલમનો ટુકડો હોય તે ખ્યાલ આપે છે. મેંધપાત્ર બીના તે એ છે કે તેના આ રમ્ય દશ્યમાં કયારે પણ ઓટ આવતી નથી કે ઊણપ જણાતી નથી. અહીં વર્ષાઋતુમાં ઘણે વરસાદ પડે છે અને બાકીના સમયમાં પણ તે અવારનવાર પડતો રહે છે, તેથી આમ બનતું હશો. તીર્થમાળાઓમાં આની વિશિષ્ટ રીતે નેધ થએલી છે. પહંસસમ કહે છે.
તેણિ અવસર વરસઈ મેષમાલી, જાઇ તામ નઈ ભજઈ ફાલી, અતિ અતિરિ સુરંગતુ ય જય ° ૩૩ પં. વિજયસાગરજી કહે છે?
તબ હુઓ અચિરજ એહ વિલા વાદલિ બૂઢે મેહ.” (હાલ ૪ થી ૩) તાત્પર્ય કે આકાશમાં વાદળાં દેખાતાં નથી, ગાજવીજ થતી નથી અને એકાએક વરસાદ આવી પહોંચે છે.
૧. પ્રાચીન તીર્થમાળા સંગ પણ ૮૭ પર અહીં “પરસન” શબ્દ છપાયેલે છે. પણું
ન જોઈએ.