________________
૧૯૪.
અન્ય મુનિવરિએ પણ અહીં તપ-જપ-ધ્યાનદિ ધર્મારાધન કરેલું છે અને કામની કઠિન શૃંખલાઓ તેડીને પરમાત્મપદની પ્રાપ્તિ કરેલી છે.
આ કારણે કેટલાંક જૈન શામાં, કેટલીક તીર્થમાળાઓમાં તથા કેટલાંક સ્તુતિચૈત્યવંદનમાં સમેતશિખરજીની ગણના શત્રુંજય કરતાં પહેલી થયેલી છે.
વિક્રમની તેરમી સદીમાં રચાયેલ શ્રી પ્રવચનસારેઢારવૃત્તિ (૧-૮૭) માં શ્રી સિદ્ધસેનસૂરિજી મહારાજે તીર્થસ્થાનોની ગણના આ ક્રમે કરાવી છે: 'सवनपति-व्यतर-ज्योतिषिक-वैमानिक-नन्दीश्वर-मन्दर कुलाचलाष्टापद-सम्मेतशिखर
ગુ થોચત્તાવિર્વાચિત....” તાત્પર્ય કે તેઓશ્રી ભૂમંડલપરનાં–ભારતની સર્વ વિદ્યમાન તીર્થોમાં સમેતશિખરજીને અગ્રસ્થાને મૂકે છે અને શત્રુંજય તથા ગિરનારની ગણુના તેની પછી કરે છે.
સત્તરમા સૈકામાં પંવિસાગરજીએ વરચિત સમેતશિખર તીર્થમાળામાં
અધિકે એ ગુરુગિઝ કે, શત્રુજ્યથી જાજી. હાલ ત્રીજી. સકલાર્હત્ સ્તોત્રમાં નીચેની રાતિ બેલવામાં આવે છે ?
ख्यातोऽष्टापदपर्वतो गजपदः लम्मेतशैलामिधः. श्रीमान् रैवतकः प्रसिद्धमहिमा शत्रुञ्जयो मण्डपः । वैभारः कनकाचलोवुदगिरिः श्रीचित्रकूटादयः, ।
तत्र श्रीऋषभादयो जिनवराः कुर्वन्तु वो मंगलम् ॥ અષ્ટાપદજી હાલ આપણી દષ્ટિમર્યાદાની બહાર છે, અને ગજપદ તીર્થને લેપ થયેલ છે. એટલે વિદ્યમાન તીર્થોમાં પ્રથમ ગણના સમેતશિખરજીની છે. ગિરનાર, શત્રુંજય વગેરેની ગણના તેની પછીની છે.
સત્તરમા સૈકામાં શ્રાવકકવિ ઋષભદાસ થયા. તેમણે વિવિધ તીર્થો સંબધી નીચેનું ચૈત્યવંદન રચ્યું છે.
| * પ્રાચીન કાળમાં ભોપાળ રાજ્ય-સહિત પૂર્વ માળવાને પ્રદેશ દશાર્ણ દેશનાં નામથી ઓળખાતા હતો. તેની રાજધાનીનું નગર દશાણપુર હતું, જે પાછળથી એડકાથીના નામથી ઓળખાયું. આ નગરીની બહાર દશાર્ણ ફટ નામને પર્વત હતો, તે શ્રી મહાવીર સ્વામીના સમયમાં ગજપદ કે ગજાગ્રપદનાં નામથી પ્રસિદ્ધ થયો, પરંતુ કાલાંતરે તેને લોપ થયેલ છે. પુરાતત્વવિદોના અભિપ્રાયથી આ સ્થાન ઝાંસી જિલ્લાના મેરા તલનું અચ્છા ગામ છે કે જે બેટવા નદીના જમણા કિનારે આવેલું છે.