SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ છે અને તેઓ તેમને પારસનાથ મહાદેવ, પારસનાથ બાબા વગેરે કહીને નિત્ય સંભારે છે તથા ભક્તિથી વદે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુને પ્રભાવ આ પ્રદેશમાં ખુબ વિસ્તર્યો હતો, તેનું એક વિશેષ પ્રમાણ એ છે કે અહીં દર વર્ષે શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મદિવસે અર્થાત પિષ વદિ ૧૦ (ગુજરાતી માગસર વદિ ૧૦ ના દિવસે મોટે મેળો ભરાય છે અને તેમાં જેને ઉપરાંત અહીંના લોકો પણ સારા પ્રમાણમાં ભાગ લે છે. અમે હમણાં જ જાણ્યું કે આજે પણ અરીસામાં હજારે માણસે એવા છે કે જૈન ધમી નથી, (પૂર્વે હશે) છતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ અને શ્રી મહાવીર પ્રભુની જોડિયા મૂતિઓ પિતાના ઘરમાં રાખે છે અને તેમની નિત્ય પૂજા કરે છે. આ પરથી ઓરિસામાં પણ તેમને પ્રભાવ કેટલે વિસ્તર્યો હશે, તેનું અનુમાન થઈ શકે છે. આ બાળ વિલાસપુર સુધીના લાકે શ્રી પાર્શ્વનાથ ભગવાનને માને છે અને જે “પારસનાથ ન ગમે, તે માતાને પેટે જન્મે જ નતિ” એવાં વચનો પણ બેલે છે. આ સગમાં આ ગિરિરાજને લેકે “પારસનાથને પહાડ” કહેવા લાગ્યા હોય એ બનવા જોગ છે. અને જે નામ લેક જિહુવાએ ચડયું, તે જ આખરે દઢ બની જાય છે, એ નિઃસંદેહ બીના છે. ઘણુ લેકે જેના દેવ એટલે પારસનાથ એવું સમજે છે. અને આ ગિરિરાજ પર વિશતીર્થકરોની નિર્વાણભૂમિ હોવાથી તેને પારસનાથને પહાડ અર્થાત્ જેના તીર્થકરનો પહાડ” કહેતા હોય, એ પણ સંભવિત છે. છેલી થેડી સદીઓમાં આ સ્થાનની ખ્યાતિ પાલગંજ-પારસનાથ તરીકે હતી, એમ બાદશાહી ફરમાન તથા સરકારી દફતરે વગેરે પરથી જણાય છે, તેનું કારણ એમ લાગે છે કે આ ગિરિરાજને સંબંધ પાલગંજ સાથે ઘણે ગાઢ રહેલ છે. જેમ મેવાડમાં ઉદેપુરનું રાજ્ય એકલિંગજીનું રાજ્ય ગણાતું અને કેરલમાં ત્રાવણકર મહારાજ પિતાને પનાભના પ્રતિનિધિ ગણુતા, તેમ પાલગંજનું રાજ્ય ગણાતું અને તેના રાજાએ પોતાને શ્રી પાર્શ્વનાથ પ્રભુના સેવક સમજતા. તેઓ પોતાની રાજ્યમુદ્રામાં “શ્રી પાર્શ્વનાશાય નમઃએ શબ્દને ઉપયોગ કરતા વળી આ કાળમાં પાલગંજ એજ ગિરિરાજની તળેટી ગણાતું અને બધા સંઘે પ્રથમ ત્યાં આવી ત્યાંના રાજાની આજ્ઞા મેળવીને જ આ મહાતીર્થની યાત્રા કરતા. શ્રી હેમવિમલસરિના આજ્ઞાધારક શ્રી કમલધર્મના શિષ્ય શ્રી હંસામે વિ. સં. ૧૫૬૫માં પૂર્વદેશીય ચિત્ય પરિપાટી લખી છે, તેમાં જણાવ્યું છે કે –
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy