________________
૧૯૫ આજ દેવ અરિહંત નમું, સમરું તારું નામ
જ્યાં જ્યાં પ્રતિમા જિન તણી, ત્યાં ત્યાં કરું પ્રણામ. શત્રુંજ્ય શ્રી આદિ દેવ, તેમ નમું ગિરનાર; તારગે શ્રી અજિતનાથ, આબૂ રિખવ જુહાર. અષ્ટાપદગિરિ ઉપરે, જિન વીશે જોય; મણિમય મૂરત માનશું, ભરતે ભરાવી સોય. સમેત શિખર તીરથ હું, જ્યાં વિશે જિન પાય; વિભાર ગિરિવર ઉપરે, શ્રી વીર જિનેશ્વરરાય. માંડવગઢને રાજિયે, નામે દેવ સુપાસ,
રિખવ કહે જિન અમદતાં, પહોચે મનની આશ. પ આ ચિત્યવંદનમાં તેમણે સમેતશિખરને વડું વિશેષણ લગાડીને તેની અગ્રગણ્યતા પ્રદર્શિત કરી છે. બીજા કેઈ તીર્થ માટે આવું વિશેષણ વાપર્યું નથી.
અઢારમા સૈકામાં શ્રી જીવવિજ્યજી મહારાજે “સકલ તીર્થ–વંદના ” રચી કે જે આજે પ્રાતઃકાલમાં પ્રતિક્રમણ સમયે શ્રી સંઘ ઘણું ભાવથી બેલે છે. તેમાં પણ સમેતશિખરજીની અગ્રગણ્યતા સ્પષ્ટ છે. આ રહ્યા તે શબ્દ
સમેતશિખર વદ જિન વિશ, અષ્ટાપદ વંદુ વીશ વિમલાચલ ને ગઢ ગિરનાર, આબુ ઉપર જિનવર જુહાર. શંખેશ્વર કેસરિયે સાર, તારગે શ્રી અજિત જુહાર,
અંતરિખ વાકાણે પાસ, જિરાવલે ને ઘભણ પાસ. ૧૨ આટલાં વિવેચન પરથી પાઠકને ખાતરી થઈ હશે કે સમેતશિખરજી ભારતનું એક અગ્રગણ્ય શ્રેષ્ઠ તીર્થ છે, મહાતીર્થ અને તેથી આ જીવનમાં તેની યાત્રા ઓછામાં ઓછી એક વખત તે અવશ્ય કરવી જ જોઈએ.
[૨]
નામ–૨હસ્ય આ ગિરિરાજનું મૂળ નામ શું? તેને અર્થ છે ? તેમાંથી બીજા નામે કેવી રીતે પ્રચારમાં આવ્યાં ૧ તથા આજનું નામ શી રીતે પડયું? તે સંબધમાં અહીં ઘેટું વિવેચન કરીશું.
જિનાગમ શ્રી જ્ઞાતાધર્મકથા સત્રમાં શ્રી મિિજનનાં અધ્યયનમાં “રાષg તથા “ સેજલ' એવા શબ્દો વપરાયેલા છે. શ્રી પર્યુષણાકલ્પ અપનામ શ્રી