SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર પ્રમાણે સ્થાનિક પ્રતિનિધિઓની મીટીંગમાં ઠરાવ થયેલ છે. તે મંજૂર કરવામાં આવે છે. અને કરાવવામાં આવે છે કે તે ઠરાવમાં જણાવેલી શરતમાં અથવા રકમમાં કાંઈ ઓછું વધતું કરવાનું અગર ફેરફાર કરવાનું વહીવટ કરનાર પ્રતિનિધિઓને ગ્ય લાગે તેમ પણ કરવાની તેમને સંપૂર્ણ સત્તા આપવામાં આવે છે. સદરહુ ઠરાવને વીજાપુરવાલા શાહ મગનલાલ કંકુચંદે કેટે (ટેકે) આપતાં તે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો. આ રીતે શિખરજીને પહાડ જગતશેઠને ઈનામ તરીકે મળેલ હતું. તેના દુર્લફથી પાલગંજના રાજાના કજામાં ગયેલે, તે ફરીથી શ્વે. જૈન સંઘના હાથમાં આવ્યા. શેઠ બદ્રીદાસજી મુકીમ કલકત્તાના પ્રસિદ્ધ ધનાઢ્ય હતા. . જૈન હતા. વાસરાયના ઝવેરી હતા. તેમણે આ કામમાં આ. કની પેઢીને ખૂબ મદદ આપી હતી. તેમણે કલકત્તામાં શામબજાર સ્ટ્રીટમાં ભ. શીતલનાથનું મંદિર બનાવ્યું હતું. તેમાં નીચેથી ઉપર સુધી કાચ લગાવ્યા છે. આથી તે મંદિર “કાચનું મંદિર” તરીકે પ્રસિદ્ધ છે–દર્શનીય સ્થાન છે. જગતભરના મુસાફરે આ સ્થાનને જોવા માટે ખાસ આવે છે. હિંદમાં કલકતા અને કાનપુરમાં છે. જેમાં ખાસ કાચના રમણિય બે મંદિરો છે. તથા સી. પી. માં રાજનાંદગાવ દક્ષિણ (મહારાષ્ટ્ર) માં પુના પાસે ખીડકી ગામમાં અને અમદાવાદમાં શામળાની પળમાં ભ. શ્રેયાંસનાથનું મંદિર તેમજ અમદાવાદના દેવસાના વાડામાં ભગત કેશવલાલનું ઘરદેરાસર તે પણ કાચના મંદિરે છે. સમારકામ –વાંદરાના વંશજોની જ્ઞાતિ એમ માનતી હશે કે-જેને ધનાઢ્ય છે. તે ધર્મસ્થાનોમાં ઘણું ધન ખર્ચે છે. તે તેઓની પાસે ફરી ફરી ધન ખરચાવવું જઈએ એટલે કે વાંદરાઓએ ફરી વાર પહાડ ઉપર તીર્થકર ભગવાનની ચરણપાદુકાઓ હટાવી દીધી, ચાતરા અને દેવીઓ તોડી નાંખ્યા. આથી જેનોને તે સ્થાને સુધારવાની જરૂર હતી. બીજી સેંધપાત્ર ઘટના એ છે કે–. જેનેએ મધુવનની કઠીના જિનાલયવાળી ટૂંકમાં સમેતશિખર તીર્વાવતારની રચના ગોઠવી હતી. શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિના શિષ્ય શરાક જાતિના ઉદ્ધારક ઉપા. મંગલવિજયજી ગણિના ઉપદેશથી કલકત્તાના ગુજરાતી સંઘે હિંદના જુદા જુદા સ્થાનોના સ્પે. જૈનાની મદદથી ઉપર બતાવેલ કેઈ કઈ કર્ણસ્થાનેને સુધરાયાં. અને જિન ચરણની પ્રતિષ્ઠા તેઓશ્રીના હાથે કરાવી હતી. - બાવીસ ઉદ્ધાર –આગામે દ્ધારક પૂ આચાર્યદેવશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ પિતાના પરિવાર સાથે સં. ૧૯૮૦-૮૧ માં સમેતશિખર તીર્થોની યાત્રાએ પધાર્યા હતા. તેમની ભાવના હતી કે
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy