SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ પેઢીની સ્થાપના કરી હતી. અત્યાર સુધીના તેના દરેક કામને વહાલી અને ૮ સ્થાનિક પ્રતિનિધિઓ બનાવી તેઓને પૂરી સત્તા આપી વ્યવસ્થાના ધોરણ રૂપે ૮ ઠર કર્યા. (જૈન પર. ઈતિ, ભા. ૪. પ્રક. ૭૨, પૃ. ૮) ત્યારબાદ લગભગ ૩૨ વર્ષે શેઠ કરતુરભાઈ મણભાઈના તા. ૫-૧૧-૧૯૧૨ ના આમંત્રણથી અમદાવાદમાં ફરીવાર વેતામ્બર જૈન સંઘ એક થયે. જેમાં ભારતના વિવિધ પ્રદેશના જેને આવ્યા હતા. તે જૈન સંઘના સંમેલને વિ. સં. ૧૯૬૮ સને ૧૧૨ ડીસેમ્બરની તા. ૨૮, ૨૯, ૩૦ ને રાજ અમદાવાદમાં નગરશેઠના વંડામાં શેઠ પ્રેમાભાઈના મકાનમાં શેઠ કસ્તુરભાઈ મ[ભાઈના પ્રમુખપદે જાહેર સમેલન સભામાં ૧૯ ઠરાવે પસાર કરી આ. કે. ની પેઢીના બંધારણને વ્યવસ્થિત રૂપ આપ્યું હતું. તેમાં તા. ૨૯–૧૨–૧૯૧૨ વિ. સં ૧૬૮ ફા. વ. ૮ મંગળવારના રોજ થયેલ ઠરાવ નં. ૧૧ એ સમ્મતશિખર તીર્થોના વેચાણ બાબત હતા. તે આ પ્રમાણે, શેઠ બાલાભાઈ દલસુખરામ કપડવંજવાળાએ નિચેને ઠરાવ રજૂ કર્યો. ઠરાવ-૧૧ તારીખ ૧૨ માર્ચ સને ૧૯૧૨ સ. ૧૯૬૮ના ફાગણ વદ ૯ મંગળવારના રોજ સ્થાનિક પ્રતિનિધિઓની મળેલી મીટીંગમાં “શ્રી સમેતશિખરજી બાબતમાં નીચે પ્રમાણે ઠરાવ થયે છે. “શય સાહેબ બદ્રીદાસજી બહાદુર કલકત્તાથી અત્રે પધારેલા છે. અને તેમણે મહા પ્રયને શિખરજીના તીર્થ માટે પ્રયાસ કર્યો તે હકીકત શેઠ વલભજીભાઈ હીરજીભાઈએ રાયસાહેબની વતી અત્રે નીચે પ્રમાણે જાહેર કરી કે પાલગંજના રાજાના શિખર ઉપરના તમામ હકનું કાયમનું બીઝ લેવા માટે રૂ. ૨૪૨૦૦૦ (બે લાખ બેતાલીસ હજાર) એકવાર રેકડા આપવા તથા દર વર્ષે રૂ. ૪૦૦૦ (ચાર હજાર) આપવા એવી ગોઠવણ થઈ છે. અને તેમાં જે રૂા. ૧૫૦૦, (પંદર) શ્રી શિખરજીના કારખાના તરફથી મળે છે. તે લેવાના તથા પાલગંજના રાજાના હક્ક તરીકે ડુંગરની જે ઉપજ આવશે તે પણ આપણે લેવાની એમ જાહેર કર્યું, અને આ સંબંધે ગવર્મેન્ટમાં મંજૂરી માટે માંગણી કરી છે તે માંગણી મંજુર થયેથી ઉપરની રકમ તથા તે સિવાય વકીલ વિગેરે બીજા ખર્ચ માટે જરૂર પડતાં રૂા. ૧૫૦૦૦ સુધી જરૂર પડે તેમ છે. આ હકીકત ઉપરથી શ્રી. માણેકલાલ ઘેલાભાઈએ દરખાસ્ત કરી, તથા મી. અંબાલાલ બાપુભાઈએ ટેકે આ, કે આ કામ ઘણું જ સારું છે. અને ઉપર જે રકમ જણાવી છે તે રકમ શેઠ આણંદજી કલ્યાણજીએ સમેતશિખરજીના તીર્થ ખાતે લખીને આપવી. અને તે બાબત જે જરૂર પડે અને ચોગ્ય લાગે તે સર્વ કરવા વહીવટ કરનાર પ્રતિનિધિઓને સત્તા આપવી. અને આ કામ બદલ રાય બદ્રીદાસજી બહાદુરને ધન્યવાદ આપ.”
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy