________________
૧૮૮ (૧) સમેતશિખરજી મહાતીર્થને માટે જીર્ણોદ્ધાર કરાવે.
(૨) બનારસ શહેરથી શિખરજી સુધીના વિહારના ગામમાં સ્થાને સ્થાને મદદ અપાવી જેને વસાવવા. કે જેથી સાધુ–સાવીને ત્યાંના વિહારની સરલતા રહે.
ખુશી થવાની વાત છે કે તેમના સમુદાયના વિદુષી બાલબ્રહ્મચારી સાઠવીજી શ્રી રંજનશ્રીજી તથા તેમના ગુરૂબેન તીર્થ પ્રેમી સા. સુરપ્રભાશ્રીજીના પ્રયત્નથી તેમની પહેલી ભાવના સફળ બની છે. ઈચ્છવા જોગ છે કે તેમના પરિવારના મુનિવરેના પ્રયત્નથી તેમની બીજી ભાવના પણ સફળ બને.
રંજનશ્રીજી મ, સંવત ૨૦૧૦ પછી શ્રી સમેતશિખર યાત્રાએ ગયા. ત્યાં જીણું. શીર્ણ અવસ્થા જોઈ કલકત્તા આવી શ્રી બહાદુરસિંહજીને સંપર્ક સાધે. તેમની સંમતિ મેળવી સં. ૨૦૧૨માં જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ કરાવ્યું અને તે સં. ૨૦૧૭માં સંપૂર્ણ થયું. આ થ બાવીશમે ઉદ્ધાર. સમેતશિખરતી દર્શન
પૂજ્ય ગુરુદેવ શ્રી ચારિત્રવિજયજી મહારાજે શ્રી જૈન શાસનની પ્રભાવના માટે ભગીરથ કાર્યો કર્યા છે જૈન ગુરુકુળ સ્થાપ્યું. અને અમારી ઉપરનો ભભવમાં હિતકર થાય તે માટે ઉપકાર કર્યો છે. તેઓ અમને ઉપદેશ દેતા હતા કે,
(૧) તમે જૈન શાસનની પ્રભાવના કરશો. પણ યાદ રાખવું કે આપણાથી શાસનની પ્રભાવના થાય કે ન થાય. પણ એવું કંઈ કામ ન કરવું કે જૈનશાસનને નુકશાન પહોચે..
(૨) તમે જ્યાં જ્યાં જાઓ ત્યાં આંખ ઉઘાડી રાખીને બધું જે જે ! અહીં આંખે શબ્દથી ગુણાનુરાગતા” અને “અનેકાન્ત દષ્ટિ” લેવાનાં છે.
અમેએ વિવિધ પ્રાન્તમાં વિહાર કર્યો છે અને પૂ. ગુરુદેવના ઉકત સૂત્રોનું બરાબર પાલન કર્યું છે. ક્ષેત્ર સ્પર્શના હતી તેથી અમને શ્રી સમેતશિખરજી મહાતીર્થની યાત્રાને લાભ મળ્યો હતે. અમે ત્યાં જે જોયું તે નીચે પ્રમાણે છે.
સમેતશિખરને પહાડ કુદરતી રીતે જ શોભાયમાન છે. નીચેથી ઉપર સુધી લીલોછમ પ્રદેશ છે. તે સમુદ્રની સપાટીથી ૪૪૮૮ ફીટ ઉંચે છે. પહાડમાં દરેક જાતના જંગલી પ્રાણીઓ સાપ વિગેરે મોટી સંખ્યામાં છે. પરંતુ તે યાત્રાળુઓને નુકશાન કરતા નથી. સરકાર તરફથી અહીં શિકાર કરવાની સખત મનાઈ છે) અહીં દર પખવાડીએ વરસાદ વરસે છે. ઉપર જવાને માટે નીચેથી ઉપર સુધી બાંધે રસ્તે છે. શ્વેતામ્બર કઠીથી ૩ માઈલ જતા ગંધર્વનાળું આવે છે. ત્યાંનું પાણું પાચક છે અહીં આ પહાડ ઉપર મટી હરડે અને ભીલામાના મોટા ઝાડે છે. અહીં ધોળી મુસળી, વછનાગ, અને વરાધના પાન તથા ગંધર્વનાળા પાસે એક ભાગમાં ખાસ ચાના બગીચા પણ છે. ગંધર્વનાળા પાસે . જેનેની તલેટીની ધર્મશાળા છે. ત્યાં જાત્રાળુઓને ખાવા માટે