________________
૧૭૮ માની તે તે દેરીઓની જળમદિર જીનપ્રાસાદની તથા મધુવનમાં શામળિયા પાર્શ્વનાથ વિગેરે જીન પ્રાસાદની પ્રતિષ્ઠા કરાવી. આ પ્રતિષ્ઠાવાળી જીન પાદુકાઓ તથા જીની પ્રતિમાઓ ઉપર ભ. વિજયધર્મસૂરિ તથા શેઠ ખુશાલચંદ અને શેઠ સુગાળચંદનાં નામ દાયા હતા. (જૈન પર. ઈતિ. પ્રક. ૫૮ + પૃ. ૫૯).
સમેતશિખરજી મહાતીર્થને આ માટે ઉદ્ધાર ૨૧ મે ગણાય છે. પં. દયારુચિ ગણિએ સં. ૧૮૩૫ મ. સુ. ૫ ને રોજ શિવપુરી (શિહી-છાપરી)માં ભ. વિ. ધર્મસૂરિના આજ્ઞાથી પં. દેવવિજય ગણિએ બતાવેલ વર્ણન પ્રમાણે “શ્રી” સમેતશિખર તીર્થ રાસ (ઢાળ ૨૧, ચં. ૮૦૧) બનાવ્યું.
શેઠ બંધુઓએ મધુવનમાં બેઠી બનાવી હતી. ધર્મશાળા બનાવી એક કિલ્લામાં સાત ભાઈઓના ૭ (સાત) જીન પ્રાસાદે બનાવી તેમાં શામળિયા પાર્શ્વનાથ વિગેરે જીનપ્રતિમાઓ પધરાવી હતી. કેઠીની બહાર સમેતશિખરજી મહાતીર્થની સ્થાપના રૂપ ભોમિયાજીનું મંદિર બનાવ્યું.
રાસકાર પં. દયારુચિ ગણિ મધુવનને “સમેતશિખરજીની ૨૧ મી ટૂંક” બતાવે છે.
શેઠ ખુશાલચંદે નિર્વાણભૂમિઓના ચક્કસ સ્થાનની ઘંચ મટાડી છે. જે તેઓની જેના ઇતિહાસમાં સદા યાદ રહે તેવી અમર ધર્મભક્તિ છે.
આજે મહારાજા સ્વરૂપચંદની સં. ૧૮૭૩ ની પાષાણુમૂતિ દિગમ્બર મંદિરમાં છે. તે પછીના જગશેઠના વંશજોએ બનાવી હશે અને કેઈ અકસ્માત પ્રસંગે દિગમ્બર જેના કબજામાં ગઈ હશે.
શેઠે તીર્થોને વહીવટ છે. જૈન સંઘને સે. આજે પણ આ તીર્થ શ્વેતામ્બર જેનોના વહીવટમાં છે. શેઠે પહાડની ઈનામી જમીન પિતાના તાબામાં રાખી હતી. જે ઈ. સ. ૧૭૯૦ પછી પાલગંજના રાજ્યમાં ભળી ગઈ હતી.
જ. શેઠ ખુશાલચંદે આ ઉપરાંત બીજા પણ લેકેપગી શુભ કાર્યો કર્યા હતા તેણે પિતાની માતાની કે પત્નીની યાદમાં “૧૦૮ વાગે ખેદાવી જગતશેઠની કંઠી પાસે મહિમાપુરમાં ખુશાલબાગ બનાવે.
લેકેને સાધારણ ખ્યાલ હતો કે જગશેઠનું કુટુંબ નિર્ધન છે. પણ માત્ર શેઠ ખુશાલચંદને ગુપ્તધનની ખબર હતી. તેણે તે ધન વાપરી આ શુભ કાર્યો કર્યા હતા. તેણે પિતાની લક્ષમને સદુપયોગ કર્યો હતો. તેણે પિતાના મરણ સુધી ગુપ્ત ધન બીજાને બતાવ્યું ન હતું.