SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધ તત્ત્વ દેશનાદાતા.સતત સ્વાધ્યાયી તેઓશ્રીને જન્મ રાજસ્થાનના જોધપુર જીલ્લાના એશિયાતીર્થ નજીક એક નાનકડા બેતાસર ગામમાં થયો હતો. જયાં માનવજીવનને સફળ કરનારી દેવ-ગુરુ-ધર્મ વગેરે કોઈ સામગ્રી ન હતી. પણ માતા પિતા ઉત્તમ ધર્મરાગી હતા. સાથે પિતે પણ પૂર્વજન્મના પુણ્ય સાથે લઈ આવ્યા હતા, એટલે પિતાજી શ્રી કુન્દનમલજીને પિતાના પુત્ર ધનરાજજીને આસિયા તીર્થની વિદ્યાલયમાં ભણાવવાને ભાવ પ્રગટો અને આઠ વર્ષની વયે ઓસિયા વિદ્યાલયમાં ભણવા મૂક્યા. પિતાની પુન્યાય અને યોગ્ય નિમિત્ત મળતાં થોડા સમયમાં જ વ્યવહારિક સહ ધર્માભ્યાસ શ્રાવકને ચગ્ય પ્રતિક્રમણ આદિ કરી લીધા. શરીરના ધર્મ પ્રમાણે યુવાવસ્થા આવી અને નેકરીએ મહારાષ્ટ્રમાં યેવલા ગામમાં સુશ્રાવકશ્રી માણેકચંદજીને ત્યાં રહ્યા. આસિયામાં જન્મેલ પ્રભુપ્રતિમા પ્રત્યેને રાગ અને સતત દર્શન, - પૂજન વગેરે કરવાને અભ્યાસ થયેલ. તે યેવલામાં પણ દેવ-દર્શન, , પૂજન, ગુરુભક્તિ વગેરે કરવામાં જળવાઈ રહ્યા. ન્યાયી, સદાચારી અને ધાર્મિક જીવન જઈને શેઠ માણેકચંદજીને પુત્ર કરતા કે અધિક પ્રેમ પ્રગટયો. એક વખત પંન્યાસશ્રી ચંદ્રવિજયજી મહારાજ ત્યાં પધાર્યા. વદન કરવા શેઠની સાથે ધનરાજજી પણ ગયા. તેઓશ્રીને ગુરૂદશનથી ખૂબ ખૂબ આનંદ થયો. પણ ગુરુએ તેમનું ભવિષ્ય પારખી લીધું અને ઉપાશ્રય દરરોજ આવવાની પ્રેરણું કરી. જેમ ચાતક ચંદ્રને જોઈને આનંદ અનુભવે તેમ ગુરુદશનથી ધનરાજજીને આનંદ થવા લાગ્યો. ગુરુ પરિચય પછી ઊંડે ધાર્મિક અભ્યાસ લઈ વૈરાગ્ય પ્રગટયો. દીક્ષા લેવા ઈચ્છા જણાવી, ગુરુજીએ સમ્મતિ આપી. પછી તે માતા-પિતા, સંબંધી વગેરેને સમજાવી વિ.સં. ૧૯૬માં સિરપુર ગામમાં સંઘના સહકારથી ખૂબ ઉત્સાહપૂર્વક દીક્ષા લીધી. પ. પૂ. શ્રી ચંદ્રવિજયજી ગુરુમહારાજે પૌલિક ઈચ્છાઓને નિરોધ કર. એ જ યુતિને અમેઘ ઉપાય,
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy