________________
અને
આરોધનામય જીવન . જનસમાજમાં સૌરાષ્ટ્ર કેસરી” સુવિખ્યાત આ. શ્રી વિજય- ' ભુવનરત્નસૂરિજી મ. સા.ના નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે! તેઓ સુપ્રસિદ્ધ વ્યાખ્યાનકાર હોવાથી સુંદર સરળ. ચકલીના તેઓના વ્યાખ્યાનમાં જેન–જનેતરો બેટી સંખ્યામાં હાજરી આપતા. તેઓના સુમધુર અને રાગ-રાગિણીના કંઠે સ્તવન-સજ્જાય તથા શ્રીપાળરાજાને રાસ આદિ સાંભળવા એ પણ જીવનને મહાન લહાવો ગણતે.
તેઓ સ્વભાવે શાંત..સરળ..નિખાલસ સ્વભાવના તથા વાત્સત્યતા, નિસ્પૃહતા, વિનાયાદિ સદગુણ તેઓમાં દષ્ટિગોચર થતાં હતાં શાસન “એથતા”ની ધગશ જીવનમાં “તાણાવાણા”ની જેમ વણાયેલી હતી. તેઓ જ્ઞાન, ધ્યાન, તપ, સંયમ અને સ્વાધ્યાયના કલ્યાણકારી મહાપવિત્ર સંગમ સમા હતા. જીવનના છેલ્લા શ્વાસ સુધી રત્નત્રયીની આરાધનામાં મશગૂલ હતા.
વીરે, ધીર ને ગંભીર તે મહાપુરુષ જીવનપર્યત એકલે હાથે કર્મની સામે, મેહમલની સામે જે શારીરિક અનેક વેદનાઓની– યાતનાઓની સામે મહાયોદ્ધાની જેમ ઝઝૂમી અંતિમ ક્ષણે પણ નવકારમંત્રનું રટણ કરતા, શ્રવણ કરતા, દિવ્યધામ ભણું ડગ માંડી ગયા.
આ સૂરિ પુંગવ શાસન કાજે જમ્યા....શાસન કાજે જીવ્યા. છેલી ક્ષણ સુધી જેનશાસનને તન મન સર્વસ્વ સમર્પિત કરી અમર બન્યા. જૈનશાસનમાં તેઓશ્રીની ખોટ પૂરી શકાય તેમ નથી. તેવા ગીતાર્થ, અધ્યાત્મયોગી, અદભૂત ત્યાગી. તેઓનું જીવન સ્ફટિક જેવું સ્વરછ, સરળ અને પવિત્રતાના પંજ સમાન દિવ્ય હતું. પ્રસન સુખમુદ્રા અને અનુપમ જાગૃતિપૂર્વક આરાધનામય જીવન જીવી મૃત્યુને મહેસવરૂપ બનાવી ગયા.
મળ ગુન ચસ્થ સર્વ તસ્ય કવનમ ” વિલેપાલ-વેસ્ટ મુંબઈ–૫૬ આ. શ્રી વિજયમે પ્રભસૂરિ મ.
પૌગલિક ઇચ્છાઓ ઉપર વિજય મેળવે
એના જેવું કે પરમ તપ નથી.