________________
૧૬ પં. દેવવિજયગણિ મહારાજની ગુરુપરંપરા –
તપાગચ્છની શ્રમણ પરંપરામાં અનુક્રમે ૫૮ જગતગુરુ પૂ. આ. શ્રી વિજય હીરસૂરિ, (૫૯) મહો.કલ્યાણુવિજય ગણિવર, (૬૦) મહ. લાભ વિજયજી ગણિવર, (૬૧) પં. જિતવિજયજી ગણિ, (૬૨) પં. નયવિજયજી ગણિ. (૬૩) શ્રતકેવલી મૂર્તિ મહેર યશવિજયજી ગણિવર (૬૪) પંડિત ગુણવિજયજી ગણિ. (૫) પં. કેશરવિજયજી ગણિ (૬૬) પં. વિનીતવિજયજી ગણિ (૬૭) પં. દેવવિયજી ગણિ અને (૬૮) પં. ખુશાલવિજ્યજી ગણિ થયા હતા. પં. દેવવિજય ગણિ પરિચય –
તેઓ વિદ્વાન હતા. અમેઘ ઉપદેશ શક્તિવાળા હતા. તેમણે સં. ૧૭૯૭ માં આ. વ. અમાસને રેજ મહોપાધ્યાય યશવિજયજી મ. ની “યુગ દષ્ટિની સઝાય” લખી હતી. સં. ૧૮૨૧ માં “અષ્ટ પ્રકારી પૂજા” બનાવી હતી. તેઓ સમેતશિખરજીનો ઉદ્ધાર થાય તેવી ઈચ્છા ધરાવતા હતા. તેમના ઉપદેશથી જગશેઠ ખુશાલચંદ શેઠ સૂગલચંદ વિગેરેએ મધુવનમાં ઘણા મહિના રહી, સમેતશિખર ઉપર ઉદ્ધાર કરાવ્યા. નવી દેરીઓ બનાવી. જે જે સ્તુપ હતા તેના મૂળ સ્થાને નક્કી કરી, ૨૦ તીર્થકરોની ચરણપાદુકાઓ પધરાવી હતી. તથા મધુવનમાં ૧૨, ૧૩, જિનાલ બનાવ્યાં અને ભવ્ય વિજ્યધર્મસૂરિ પાસે સં. ૧૮૨૫ મહા સુદિ ૫ પ્રતિષ્ઠા કરાવી હતી. ૬૮. પં. ખુશાલવિજયજી ગણિ –
તે પરમ સંવેગી હતા. ઈતિહાસ પ્રેમી હતા. વિજયાનંદસૂરિ ગચ્છના એક વિદ્વાન મુનિવરે સં. ૧૮૦૬ માં સુરતમાં ભટ્ટા. વિજયદિસૂરિ સ્વર્ગે ગયા ત્યાં સુધીની ગુજરાતી ભાષામાં ગદ્ય “વીર વંશાવલી” બનાવી હતી.
ત્યારબાદ કવિબહાદુર દીપવિજયજીએ સં. ૧૮૭૭ માં ભટ્ટા. વિજિનેન્દ્રસૂરિ અને ભ. વિજયસમુદ્રસૂરિની પાટ સુધી સુરતમાં “સોહમ કુલ પટ્ટાવલી રાસ (પદ્ય) બનાવ્યું. તેમણે તેમાં (1) વિજ્યદેવસૂરિગચ્છ તથા (૨) વિજ્યાનંદસૂરિગચ્છ એ અને શાખાઓની પટ્ટાવલી આપી હતી. આથી તેમણે બને ગ, સાગરગચ્છ, વિજ્ય રાજસૂરિ ગચ્છ (તપારન શાખા, તપાગચ્છની લઘુપાલ, અને વડસાલના ગીતાને રાસ વંચાવી, આ રાસમાં તે સૌનાં મત્તાં લીધાં હતાં. (જૂઓ પટ્ટાવલી સમુચ્ચય ભા. ૨ )..
પં. દેવિજય ગણિવરના શિષ્ય પં. ખુશાલવિજયજી ગણિનું પણ તેમાં તું છે.
પછી તે ૫. ખુશાલવિય ગણિએ પણ ગુજરાતી ભાષામાં આ. વિજયદેવસૂરિ સંઘની ગદ્ય પદ્દાવલીઓ બનાવી હતી.
તેમણે (૧) સં. ૧૮૭૯ શ્રા. વ. ૩ ના રોજ જાટવાડામાં ભ. વિજય જિનેરિ