________________
૧૬૮
પૂ. આ. શ્રી વિજયધર્મસૂરિ મ.ની ગુરુ પરંપરા –
તપાગચ્છમાં અનુક્રમે (૫૮) જગદ્ગુરુ પૂ. ભ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી મ. (પ) સવાઈ હીર પૂ. આ. વિજયસેનસૂરિ મ. (૬૦) મહાતપા આ. વિજયદેવસૂરિ મ. (૬૧) શાંતમૂર્તિ પ્રભાવક આ. વિજયસિંહસૂરિ મ. (૬૨) શ્રી સંઘમાન્ય ભ. વિજયપ્રભસૂરિ મ. (૩) રાજમાન્ય ભ, વિજયરત્નસૂરિ મ. (૬) ભ. શ્રી વિજયક્ષમાસૂરિ મ. (૬૫) ભ. શ્રી દયાસૂરિ મ. (૬૬) લસ. શ્રી વિજયધર્મસૂરિ મ. (૬૭) ભ. શ્રી વિજિનેrદ્રસૂરિ મ. (૬૮) ભ. શ્રી વિજયદેવેન્દ્રસૂરિ મ. (૬૯) ભ. શ્રી વિજ્ય ધરણેન્દ્રસૂરિ મ. (૭૦) અને ભ. વિજયરાજસૂરિ મ. (સં. ૧૯૪૯) થયા હતા. જૈન ઇતિ. પ્રક. ૫૮)
દદ . વિજયધર્મસૂરિ–
મેવાડના રૂપનગરમાં શા. પ્રેમચંદ ઓસવાલની પત્ની પાટદેવીની કુક્ષિએ જન્મ ૧૮૦૩ માં મા. સુદ ૫ માં ઉદયપુરમાં આચાર્યપદ સં. ૧૮૦૯ માં કછોલીમાં. ભટ્ટારકાદ અને સં. ૧૮૪૧ માં મારવાડના બલંદ શહેરમાં સ્વર્ગવાસ થયા હતા. તેઓ સાત બિરૂદના ધારક હતા.
વિજ્યદેવસૂરિગચ્છના ભ શ્રી વિજયધર્મસૂરિ તથા વિજ્યાનન્દસૂરિગચ્છના ભ. શ્રી વિજયલક્ષ્મી સૂરિ એ બને આચાર્યો જામનગર–નવાનગરમાં મળ્યા હતા. અને સાથે રહ્યા હતા. તેથી જૈન શાસનની ઘણી પ્રભાવના થઈ હતી. તેમણે સં. ૧૮૨૨ જે. સુદ ૧૧ બુધવારે તારંગા તીર્થમાં ટિશિલાની દેરીમાં ભ. આદિનાથની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરી હતી. તેમણે સં. ૧૯૨૫ માં મહા સુ ૫ ને રોજ “શ્રી સમેતશિખર તીર્થ માં જગડ મહતાબચંદે તથા ખુશાલચંદે જર્ણોદ્ધાર કરેલ જિનાલમાં ૨૦ તીર્થકરોની નિર્વાણભૂમિના ચક્કસ સ્થાને નકકી કરાવી, તે તે સ્થાને ૨૦ તીર્થકરોની ૨૦ પાદુકાઓની પ્રતિષ્ઠા કરી જળમંદિરમાં જિન પ્રતિમાઓ પધરાવી, તથા મધુવનમાં નવા જિન પ્રસાદમાં શામળીયા પાર્શ્વનાથજી વિગેરે જિનપ્રતિમાઓની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરી હતી.
( સમેતશિખર રાસ) તેમના ઉપદેશથી કચ્છના વાગડ પ્રાંતમાં કુમતિને કદાહ શમે. અને સં. ૧૮૨૭ માં કચ્છનરેશે માંસ-મદિરાને ત્યાગ કર્યો.
મેહતાના ભંડારી ભગવાનદાસે તેમને નિર્વાણ મહોત્સવ કર્યો. અને બલંદ શહેરમાં તેમની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરાવી હતી.