SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ પાલગંજ પારસનાથ પહાડ” ને કર મુક્ત જાહેર કર્યો હતો. એટલે ત્યાં વેઠ, વેરે, લગત, જકાત મુંડલ વેરે, રખે પિ વગેરે માફ કર્યા હતા. (જૈન ઈતિ. પૃ. ૧૮૧ મો. બા. ફરમાન નં. ૩૧ ના આધારે). જગત શેઠ મહતાબચંદની ભાવના હતી કે-સમેતશિખર મહાતીર્થને માટે ઉદ્ધાર કર. મોટી પ્રતિષ્ઠા કરવી, આથી તેમણે પહેલેથી જ કરમુક્તિ જાહેર કરાવી હતી. હવે બે બાબતનો ખાસ નિર્ણય કરવાનું હતું. તે આ પ્રમાણે (૧) કયા કયા તીર્થકરેના નિર્વાણુને ક ક સ્તૂપ છે? તે સ્પષ્ટ થાય અને ત્યાં ચરણપાદુકા ઉપર તે તે તીર્થકરોનાં નામે લખાય. (૨) દરેક સ્તુપ ઉપર દેરીઓ બને. પરંતુ આ કામ બે વ્યક્તિ જ કરી શકે તેમ હતું. (૧) જગગુરુ પૂ. આ. વિજ્યહીરસૂરિના પટ્ટધર કે જેની પાસે સમ્રાટુ અકબરનું ફરમાન હોય. (૨) જગતશેઠને વંશજ કે જેને બા. અહમદશાહ તરફથી આ પહાડ ભેટ મ હોય. એક શુભ ચોઘડીએ આ મેળ મળી ગયે. અને સમેતશિખર મહાતીર્થને એકવીશ ઉદ્ધાર થયે. (વીશ ઉદ્ધાર રાસ તથા ટૂંકના ચિત્રોની હકીકતમાં આપેલ છે.) એક્વીશ ઉદાર – સમેતશિખર રાસમાં ઉલ્લેખ છે કે જેસલમેરના શેઠ સુગાલચંદે સંવેગી પં દેવવિજયગણિના ઉપદેશથી બાદશાહ આલમ ત્રીજા (તા. ૨૫-૧૨-૧૭૫૯ થી ૧૯૧૧–૧૮૦૬ વિ. સં. ૧૮૧૬ થી ૧૮૬૩)ના સમયે અને વિ. સં. ૧૮૨૫ ના મહા સુદિ ૫ ના દિવસે સમેતશિખરને તપગચ્છના આ. ભ. શ્રી વિજયધર્મસૂરિના હાથે ૨૧ મો ઉદ્ધાર કરાવ્યું. અને જિન પ્રતિમા, જિન ચરણો, જિનચરણચિહે વિગેરે સ્થાપ્યાં. તેમજ જળમંદિરમાં અને મધુવનમાં જિનાલ બનાવ્યાં. તપાગચ્છને પ. ૩પરુચિગથિના શિષ્ય પં. દયારૂચિગણિએ ભ. વિજ્યધર્મસૂરિની આજ્ઞાથી અને પં. દેવવિયના કહેવાથી સં. ૧૮૩૫ મ. સુ. ૫ ને રોજ શિવપુરીમાં (છીપરી-શિરોહીમ) એકવીશે ઉદ્ધારને “ સમેતશિખર રાસ, કાળ ૨૧, ઇ, ૮૦૧ » બનાવ્યું. (જુએ રાસની ઢાળ ૨૧ મી) આ ઉદ્ધારમાં જે જે નામે છે તે સૌને ઈતિહાસ જૈન પરંપરાનો ઈતિહાસ (લા. ૪, પ્રક. ૫૮-૫૯માં આપ્યા છે.
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy