________________
ટ્ટ
જેનેની માલીકીનાં હેવાનું બતાવી” જ. ગુ. આ. શ્રી વિજયહીરસૂરિને ભેટ આપ્યાં. (બા. અકબરનું ફરમાન ચોથું, જૈન ઈતિ. પ્ર. ૪૮ પૃ. ૧૧૯, ૧૨૦, પ્ર. ૪૦ પૃ.૪૮૬)
આ ઈતિહાસ એમ કહે છે કે, સમ્રાટ અકબરે વિ. સં. ૧૯૪૯ માં જગદ્ગુરૂ આ. વિજયહીરસૂરિજીને સમેતશિખરજીને પહાડ ભેટ આપ્યો હતો તેનું ફરમાન આ રીતે મળે છે.
વેતામ્બર જૈનાચાર્ય હીરવિજયસૂરિજી તથા તેમના શિષ્યો જે પવિત્ર મનવાળા સાધુપુરુષે છે. તેઓના દર્શનથી મને ઘણે આનંદ થયો છે. તેઓની માગણે છે કે અમારાં તીર્થ સિદ્ધાચલજી, ગિરનારજી, તારંગાજી, કેશરીયાજી, આબુજી, રાજગૃહીના પાંચ પહાડો, સમેતશિખરજી વગેરે તામ્બર તીર્થસ્થાને છે. તેમાં તથા તેની આસપાસની ભૂમિમાં કઈ જાતની હિંસા થાય નહિ એ હુકમ કરે જોઈએ. અમને આ માગણી વ્યાજબી લાગે છે. તપાસ કરતાં નકકી થયું છે કે આ સ્થાને શ્વે. જેના છે. હું આ સૌ સ્થાને શ્વેતામ્બર આચાર્ય હીરવિજયસૂરિને અર્પણ કરું છું કે તેઓ એ પવિત્ર સ્થળોમાં શાંતિથી ઉપાસના કરે. આ સ્થાને . સમાજનાં છે. તેઓની માલિકીવાળા છે. જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર તપે ત્યાં સુધી આ ફરમાન જૈન વેતામ્બર સંઘ માટે અમર રહે આ ફરમાનના અમલમાં કેઈએ દખલ કરવી નહિ
આ ફરમાનની મૂળ નકલ અમદાવાદમાં સમસ્ત શ્વેતામ્બર જૈન સંઘની પ્રતિનિધિ સંસ્થા “શેઠ આણંદજી કલ્યાણજી” ની પેઢી પાસે છે. (જૈન પરંપરાને ઇતિહાસ ભા. ૨ જે ૩ જે પ્રક. ૪૦ પૃ. ૪૮૬ બા. અકબરનું ચોથું ફરમાન ઇતિ. પ્ર. ૪૪ પૃ. ૧૬૮, ૧૧૯, ૧૨૦).
અહીં ખાસ ધ્યાનમાં રાખવા લાયક વાત એ છે કે “સમેતશિખર તીર્થ શ્રી. શંકરાચાર્યજીના ધર્મશાસનકાળ હિંદુરાજના રાજ્યકાળમાં જેને પાસેથી ઝુંટવી લેવાય છે. નષ્ટભ્રષ્ટ કરાય છે. જ્યારે ઈસલામના ધર્મશાસન કાળમાં જૈનેને પાછું અપાય છે સુરક્ષિત બનાવાય છે.”
દિલ્લીના ૧૮મા બાદશાહ અહમદશાહે પણ મુર્શિદાબાદના શેઠ મહતાબરાયને વિ. સં. ૧૮૦૫ જેઠ મહિનામાં “જગત્ શેઠનું પદ આપ્યું હતું. અને વિ. સં. ૧૮૦૯ માં મધુવન, કેઠી, જયપારનાળું, પ્રાચિનનાળું, જલહરી કુંડ, પારસનાથ તળેટી વચ્ચેની ૩૦૧ વિઘા જમીન “પારસનાથ પહાડ” ભેટ આપે હતો. (શ્યામાચરણ સરકાર તા. ૧૯-૩-૧૯૩૮ દિને કરેલ “પશીયન ફરમાન”ના ભાષાન્તરને સાર).
(જૈન પરંપરાને ઈતિ, પ્રક. ૪૪, પૃ. ૧૦૯ ૧૮૧ મે. બા. ફરમાન ન. ૨૯, ૩૦). ત્યારબાદ બાદશાહ અબુ અધીખાન બહાદુરે બીજા આલમ શાહે વિ. સં. ૧૮૧૨માં