SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ એ પણ સંભવિત છે કે જગન્નાથપુરીની જિનપ્રતિમા હમીરપુર, (બાબૂ) ઓખામંડળની દ્વારિકા અથવા શ્રીમાળ નગરમાં અને રાજા નંદીવર્ધનના રાજ વિહારની ભ. આદીશ્વરની પ્રતિમા આબુ ઉપર નંદીવર્ધન તીર્થમાં સ્થાપી હોય. (પ્ર. ૩૫ પૃ૧૮૨) ઈતિહાસ કહે છે કે આ સમયે મધ્યભારતમાં તથા પશ્ચિમભારતમાં શત્રુજ્ય, ગિરનાર, સાંચી કે સાચેર, ભરૂચ, ખંભાત, નાગદા, જાલેર, કાશહદ, ચિતડ, હારિજ (શંખેશ્વર) અને મુહરી વિગેરે જૈન તીર્થો વિદ્યમાન તથા સુરક્ષિત હતા. આ પ્રમાણે જૈનો હિજરત કરી તીર્થભૂમિ છેડી રજપૂતાનામાં, લાટમાં અને સૌરાષ્ટ્રમાં આવ્યા. અને તેઓએ પ્રાચિન તીર્થોને અહીં ફરી વસાવ્યા. બનવા જોગ છે કે–દિગમ્બર આચાર્યોએ પણ પૂર્વ ભારત છેડી દક્ષિણમાં જઈ ત્યાં પિતાનાં તીર્થો પુનઃસ્થાપ્યાં હશે. સતશિખર તીર્થની પુનઃ સ્થાપના - ઈતિહાસના અવલોકનથી જાણવા મળે છે કે–વનવાસી ગચ્છના પૂ. આ. શ્રી યદેવસૂરિના પટ્ટધર પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજીએ નવમી સદીના મધ્યજ્ઞાને વારંવાર મગધ દેશમાં વિહાર કર્યો છે. સાતવાર સમેતશિખરતીર્થની યાત્રા કરી છે. તેમણે ઉપદેશ આપી પૂર્વદેશમાં ૧૭ તીર્થસ્થાનમાં નૂતન જિનાલયે કરાવ્યાં છે. ઘણું તીર્થોના જીર્ણોદ્ધાર કરાવ્યાં છે. ૧૧ જૈન ગ્રંથભંડારે સ્થપાવ્યા છે. (જૈન. પર, ઈતિ. પ્રક. ૩૨ પૃ. ૫૦૧૨ થી ૫૦૪). આશ્ચર્યની વાત છે કે વિક્રમની નવમી શતાબ્દીના મધ્યમાં સમેતશિખર મહાતીર્થ વિગેરેમાં જિન પ્રસાદે ધમધતાનો ભોગ બન્યા અને એ જ શતાબ્દીના અંતમાં સમેત શિખર મહાતીર્થના શિખર ઉપર તથા બીજી ૧૭ તીર્થ ભૂમિએમાં નિર્વાણ સ્તૂપજિનાલય બન્યાં. તેમજ બીજા તીર્થો વ્યવસ્થિત બન્યા. એટલે સમેતશિખરને ઈતિહાસ વિકેમની નવમી સદી પછી ક્રમબદ્ધ ઐતિહાસિક રૂપ લે છે. એમ કહીએ તે ખોટું નથી. પૂ. આ. પ્રદ્યુમ્નસૂરિએ સમેતશિખર મહાતીર્થ ઉપર માત્ર જુદા જુદા ૨૦ સ્થાને નિર્વાણ સ્તુપ સ્થપાવ્યા હતા પણ અમુક તીર્થકરને અમુક ટેકરી ઉપર અમુક સ્થાને નિર્વાણ સૂચક સ્તૂપ છે. એ સ્પષ્ટ રીતે નિર્ણય સાધનના અભાવે કરી શકતા ન હતા. નવમી શતાબ્દી બ દ તે જ વનવાસી ગચ્છના છેલ્લા ઉગ્રવિહારી આ. વિમલચંદ્રસૂરિ પૂર્વદેશના મથુરાતીર્થ અને સમેતશિખર મહાતીર્થની સ્પર્શના કરવા ઘણીવાર પધાર્યા હતા. (આ સંબધી વધુ હકીક્ત જૈન પરં. ઈતિ. ભા. ૧, પ્રક. ૩૫, પૃ ૧૪૫ માં છે) ત્યાર પછી વડગચ્છ, વાદિદેવસૂરિગચ્છ, તપગચ્છ, રૂપલીગચ્છ, ખરતરગચ્છ, અંચલગચ્છ, વિજ્યગચ્છ, વિગેરે વિવિધ ગચ્છના આચાર્યો મુનિવરો, શ્રાવક, શ્રાવિકાઓએ
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy