________________
૧૩
ઉપાસક હતા. તેઓ પણ ત્યારથી જ બીજા ધર્મમાં ભળી ગયા છે. બંગાળ અને ઉત્તરભારતને ઘણું જેનો હિજરત કરી મેવાડ તથા રજપૂતાનામાં આવી ગયા.
તે સમયના જૈનાચાર્યોએ જૈનોની તત્કાલીન વિષમ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ખૂબ જહેમત ઉઠાવી છે. આ પ્રદ્યુમ્નસૂરિ તે માટે ઘણીવાર ત્યાં પધાર્યા. તથા મગ દેશમાં પણ વિચર્યા છે. તેમણે સાતવાર સમેતશિખરની યાત્રા કરી છે, તેમના ઉપદેશથી પૂર્વ દેશ માં ૧૭ નવાં જિનાલય બન્યાં હતાં. ઘણું જીર્ણોદ્ધાર થયાં હતાં. અને ૧૧ શાસ્ત્રભંડારો થયા હતાં. (જૈન પરંપરાનો ઈતિહાસ ભા. ૧ પ્રક. ૩૨, પૃ. ૫૦૨ થી ૫૦૪) સ્થાપના તીર્થ –
પૂર્વ તથા ઉત્તર ભારતના જેનો હીજરત કરી મધ્યભારત તથા પશ્ચિમારત એટલે કે મેવાડ-રજપૂતાના–લાટ અને સૌરાષ્ટ્રમાં આવ્યાં. તેઓ પૂર્વ ભારતના તીર્થોની જિન પ્રતિમાઓને પિતાની સાથે લઈ આવ્યા. અને તેઓએ જે તીર્થોની જિન પ્રતિમા હતી. તે તે નામ સાથે સુમેળ ખાય, તેવાં શહેરો અને તીર્થો વસાવી, તે તે પ્રતિમા એને ત્યાં ત્યાં સ્થાપિત કરી હતી. આ રીતે નવમી સદી બાદ મધ્યભારતમાં તથા પશ્ચિમભારતમાં તે તે નામના “ સ્થાપના તીર્થો” બન્યાં છે. તે આ પ્રમાણે–
(૧) નંદીવર્ધન રાજાએ જન્મભુમિ ક્ષત્રિયકુંડમાં સ્થાપેલ ભ, મહાવીર સ્વામીની પ્રતિમા નાદિયામાં, (૨) બ્રાહ્મણની જિનપ્રતિમા બ્રાહ્મણવાડામાં (૩) ભ. મહાવીર સ્વામી દીક્ષાના સ્થાને બે વર્ષ પછી ફરી પધાર્યા હતા, રાજા પૂર્ણપાલે દીક્ષાના છ વર્ષ બાદ ત્યાં ભગવાનની પ્રતિમા બેસાડી હતી. તે દીક્ષા ભૂમિની વીરપ્રતિમા સુંડસ્થલમાં, (૪) ગજુવાલુકા જ્ઞાન ભૂમિની પ્રતિમા નાણામાં, (૫) પાવાપુરી દીવાળીના નિર્વાણસ્થાનની વીરપ્રતિમા દિયાણુમાં, (૬) સુષુમણું ગામ બહાર ખીલાના ઉપસર્ગવાળી ભૂમિની વીર પ્રતિમા સંડેરકમાં, (૭) ચમત્પાતની ભૂમિની વીર પ્રતિમામાં અસ્થિનગર (૮) વર્ધમાનપુરની શુલપાણી ચક્ષાધિષિત વીર ચરણ પાદુકા વઢવાણ શહેરમાં, અને (૯૦ કેટ વર્થ નગરની કે કટિકગચ્છ (ઉદયગિરિ)ની જિન પ્રતિમા કેટયાર્ડમાં ખડાયતા બીજાપુરમાં સ્થાપિત કરવામાં આવી હતી. આથી સ્પષ્ટ છે કે નાદિયા. નાણું દિયાણા એ સૌ સ્થાપના તીર્થો છે. આથી જ લોકપ્રવાદ છે કે
નાણ-દિયાને નાદિયા” છાવત સ્વામી વાંદિયા – પ્ર. ૨, પૃ. ૬૧, પ્ર, ૩ર, પૂ. ૫૦૨, થી ૫૦૪, પ્ર. ૩૭. પૃ. ૩૦૨, પ્ર. ૪૨ પૃ. ૭૪૩, ૫, ૪, પૃ. ૨૯૭, પ્ર. ૫૩)