________________
દાસી પણે તે કિ દર, દ્રવ્ય બહુત ભર પૂર, છપ્પન દિકુમરી મિલ આય, સૂતિક કાર્ય કરે તે ધાય. ૨ એહવે સૌધર્મ આસન કપાય, અવધિ પ્રભુજી તિણ સુર રાય, જિન જનની અવસ્થાપિની દેઈ ઇ કરપુટ પ્રભુજીને લેઈ ૩ સ્વર્ગ નંદીશ્વર પ્રભુ લઈ આય, કરે અઢાઈ મહત્સવ સુર રાય, ફિરસે પ્રભુ ને સહુ સુર રાય, જિન જનની ને સેપે ધાય. ૪ જન્મ ઉત્સવ કરી સહુ સુરતેહ, નિજ સ્થાનિક પહુંચ્યા સુર જેહ, હિવે વિશ્વસેન રાય ઓચ્છવ મંડાય, બડી લૂઆ સુત નામ ઠેરાય. ૫ નામ ઠ વલી શાંતિ નિણંદ, જુગ જુગ છ પુત્ર આણંદ, રાવ નિરખાવી છક્કી કરે, કુટુંબ સહુ રાજાને તરે. ૬ કુટુમ્બ સહુને સંતોષે રાય, ભૂષણ વસ્ત્ર સહુને પહેરાય, કુટુમ્બ સહુને સન્માન કરી, ઘર પહોંચાડ્યા આદર કરી. ૭ હિવે દિન દિન પ્રતે વધતે બાલ, દીસે શાંતિ કુમાર સુકમાલ, પાણિગ્રહણ અનુક્રમે જે કર્યા, શુભ રાજાની પુત્રી વર્યા. ૮ અતેકર સહુ મેં અધિકાર, નામે યશોમતી રાણી સાર, પ્રભુ વિલસે તિણ સંગ સુખ લેગ,સહુ મિલિયા મનવાંછિત ભેગ. ૯ વિશ્વસેન દઈ શાંતિ ને રાજ, સારે સહુ શુભ મતિ સુકાજ,
એહવે વિશ્વસેન પામ્યા પરલેક, સનતકુમારે ભયા ત્રીજે દેવ ક. ૧૦ રાણી અચિરા પિણ વલી તેહ, તે પિણ તીજે સુર લોકે સહી, હિવે શાંતિ પ્રભુ રાજપદ ભગવે, દેવ વરે સુખ તે જેગ. ૧૧ હિવે સર્વારથ સિદ્ધ શું ચવી, દેવ પદવી જીવ તિણ ભોગવી, ઉપજ્યા યશોમતી કુંખે આય, ચક સ્વપ્ન દેખી સુખ પાય. ૧૨ પ્રસ યશેમતી પુત્ર રત્ન, ચક્રાચુધ જસુ નામ ઉત્પન્ન, રાજા શાંતિને પુત્ર સુકમાલ, દિન દિન વધતે તે હીજ બાલ. ૧૩ ચઉદ રત્ન હિવે ઉપજે સાર, સુણ સહુ તે હિવે નિરધાર, આયુધ શાલા મેં ચાર રત્ન, ચક્ર અસ છત્ર દંડ ઉત્પન્ન. ૧૪ લક્ષમીધર ચાર (ત્રણ) ઉપજે સોય,
મણું કાગિણું ચમ નિધિ વલી જોય, સ્વનગરે ચાર રન ઉપજે, તેહના નામ હિવે નિપજે. ૧૫