________________
૧૧૪ , દત્ત ધવલ ટૂંક ઊપરે, લહે મુનિવર શિવ વાસ, તિણ સમેત શિખર ગિરિ, ભેટયાજી પૂગે છે આસ.
એહ સમેત ગિરિ જાત્રને, ફલ કેતે હી લહેસ, લાખ બયાલીસ પૌષધ કરે, એતે ફલ હે વિશેષ. શિખર સમેત ગિરિદને, એહ જો ઉદ્ધાર, ભવિ સુણજો મન થિર કરી, પામો ભવ પાર. ૪૦ સમેત શિખર માહાસ્ય અધિકાર - ચઉદેસંવચ્છરે, શિખર માહાતમ નેહ, રત્ન શેખર સૂરિ કર્યો, સેલ સહસ સંખ્યા જેહ. ૪૧ શિખર માહતમ મેં કહો, બહુ વર્ણન અધિકાર, કિંચિત એહ ઉદ્ધાર મેં, ભાખે એ નિરધાર. પાંચમી ઢાલે એ વર્ણ, શિખર સમેત ગિરિદ, દયા રુચિ બહુ રંગ ચું, ગાયે એહ આણંદ,
હાલ ૬ઠ્ઠી) (સંભવ જિનવર વિનતિ, અવધારે ગુણ ગ્યાતારે, એ દેશી) (૩) આનંદ કે :ધન્ય એહ સમેત શિખર ગિરિ, તીરથ એહ ઉદ્ધાર છે, જે વદે ગિરિવર એ ભલે, તે પામે શિખ સુખ કાર રે. ૧ તીજી સમેત શિખર પરે, આનંદ ટૂંક સહાય રે, અભિનંદન જિન જિહાં પ્રભુ, સહસ મુનિ સંગ આયરે. ૨ અભિનંદન મુનિ સહસસું, પામી શિવ મગ ખાસરે, લહી નિર્વાણ શિખર પરે, કરી જિહાં અનુપમ વાસ છે. ૩ પહેલી જાત્રા આનંદ ટંકની, કરી જેહને કહું છું નામ રે, ભવિ સુણે આલસ મુકીને, ચિત આણી નિજ કામ રે. ૪ ત્રીજો ઉદ્ધાર:
ધાતકી ખડે પૂરણ પુર ભલું, રત્ન શેખર રાજા છે, જિણ એહ સમેત શિખર ગિરિ, કરી જાત્ર વધારી વાન રે. ૫