________________
૧ds
શ્રી અજીતનાથપ્રભુનિર્વાણ
(ઢાલ ૪) (ઉંબદરિયાજે ને ગાજે હોં ભટિયાણું રાણી ચઢ જુ-એ દેશી) હિવે સમેત ગિરિ આયા હે, મન ભાયા તીરથ ઊપરે, કાંઈ સિદ્ધવર ટુકે નેહ, અજીત જીનેશ્વર સ્વામી છે; શિવ ગામી પામી મોક્ષને, કઈ સમેત શિખરગિરિ તેહ; સિદ્ધવર ટુંક સુહાવે , જીહાં આવે ધ્યાવે સિદ્ધ ને. કઈ લહી તિહાં અધિક સનેહ, કરી નિશ્રેણી ગિર હે; સિદ્ધવર ટૂંક સેહીયા, કાંઈ પહતા નિશ્રેણી અનુભવ ગેહ. ૧ લક્ષ બહેતર પૂરબ હે, પ્રભુ આયુરિથતિ પૂરણ કરી કાંઈ માસ કરી સંથાર, પદ્માસન રહી સ્વામી હો, શિવગામી પ્રભુ અનુભવ વરી, કાંઈ સહસ મુનિ સંગ ધાર; નિર્વાણ ઉચ્છવ કરતા હૈ, વલિ ધરતા ઉમંગ દેવતા. કરી વિધિ નિર્વાણ સુરસાર, સુર નદીશ્વર ગાઈ હે;
શુદ્ધ થાઈ કરી પ્રભુ સેવના, કાંઈ બોલતા સુખ જ્યકાર. ૨ સિંહસેન ગણધર મુકિત
વલી સમેત ગિરિ કે હે, આ સિદ્ધવર કે મુનિવરા; કાંઈ નિર્વાણ ભૂમિ વિચાર, સિંહસેન મુનિ રાયા છે. આયા ગણધારી અજીત નાં, કાંઈ પાયા સમેતગિરિ સાર; અજીત નિર્વાણું ટુંકે હૈ, બલિ મુકે મોહ તે દેહને. કાંઈ જેહનૂ મન એકતાર, પાંચસે મુનિ સંઘાતે હૈ, સિદ્ધ સાથે અનુભવ પદવરી, કાંઈ તરી ભવ સિંધુ પાર. ૩ હિવે ગ્રામ નગર વિચરતા હે, વલિ ધરતા ચરણ સુહંકાર; કાંઈ કરતા ઉગ્ર વિહાર, સગર મુનીશ્વર આવે છે. મન ભાવે અયોધ્યા પરિસરે, કાંઈ સહસ મુનીસર ધાર; રહે કાનન કાઉસગે છે, બહુરંગે ધ્યાન જ ધરતા. કાંઈ આવત દેષ નિવાર, વનપાલક તવ ધાઈ હે; બધાઈ દેવા આવિયે, કાંઈ બોલતે મુખ ઈક તાર ૪