SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ અગિયાર દિવસ-માહ વદિ ૩: ચ્યવનકલ્યાણક અને જન્મકલ્યાણક પછી આજે ત્રીજા દીક્ષા કલ્યાણકની ઊજવણી થવાની હતી, તે અંગે યાત્રિકવર્ગમાં ભારે ઉત્સાહ વ્યા હતા. પ્રથમ લેકાંતિક દેવ બનેલા મુંબઈ-અધેરી નિવાસી શેઠ સેવંતીલાલ નગીનદાસ વગેરેએ ભગવાનને વિનંતિ કરી હતી કે “જયાં તિરથ gવેદ –હે ભગવંત' તીર્થ પ્રવર્તાવે.’ આ વચને ઉપદેશરૂપ નહિ પણ વૈતાલિક વચનરૂપ છે, એટલી વાત સુજ્ઞ પાઠકે લક્ષમાં રાખવી ઘટે છે. લોકાંતિક દે પિતાનો તે પ્રકારને કલ્પ જાણુને જ આ પ્રકારે વિનંતિ કરે છે. તે પછી ભગવાનનાં વષીદાન તથા દીક્ષા કલ્યાણકનો વરઘેડ ચડાવવામાં આવ્યો હતો. વષીદાન આપવાને લાભ કલકત્તાનિવાસી શેઠ દામોદર જીણુભાઈ એ લીધા હતે. તેમણે તથા તેમના ધર્મપત્નીએ ગજરાજ પર બેસીને ઉદારભાવે-છૂટા હાથથી દાન આપ્યું હતું. જીવનમાં આવે હવે ફરીને કયારે મળવાનો? ચતુર્વિધ સંઘની હાજરીથી ભવ્ય બનેલ આ વરઘેડ વાજતે ગાજતે પાનગરમાં ફરીને મહત્સવમંડપમાં આગળ આવ્યું હતું. ત્યારબાદ દીક્ષાવિધિ શરૂ કરવામાં આવ્યું હતું. પ્રથમ આશ્રમપદ ઉદ્યાનમાં આવેલ વડવૃક્ષની નીચે સુદર સિંહાસન ઉપર ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ “નમો સિદ્ધાણું બેલી સામાયિક ઉચ્ચરાવવામાં આવ્યું હતું. પછી ચાર સુષ્ટિ ચવિધિ થયો હતો. એ વખતે ઈન્દ્ર ભગવાનના સ્કંધ ઉપર દેવદુષ્ય વસ્ત્ર મૂકહ્યું હતું. હૃદયમાં આનંદ અને ઉત્સાહની ભરતી હોય છે, ત્યારે સમય કેમ પસાર થઈ ગ? તેની સમજ પડતી નથી. આવા વખતે દિવસ કલાક જેટલો લાગે છે અને કલાક મિનિટ જેટલું લાગે છે. આજે અગિયારમો દિવસ વ્યતીત થવા છતાં યાત્રિકોને તે એમ જ લાગતું હતું કે આપણે હમણાં જ શિખરજી આવ્યા છીએ. આજે બેલીની ઉપજ રૂપિયા દશ હજાર ઉપરાંત થઈ હતી. અહી એ એંધ કરવી જોઈએ કે વિવિધ રાગરાગિણીથી ગવાતી પૂજાઓ. ઝવેરાતની અપૂર્વ આંગી અને સંગીતમય સુંદર ભાવના યાત્રિકોને ઉચ્ચ કોટિના આનંદ પ્રદેશમાં વિચરણ કરાવતી હતી અને તેમની ધર્મભાવનાને ખૂબ ઉત્તેજિત કરતી હતી. આજે રાત્રે ત્રણ વાગે પૂજ્ય ગાધિપતિ આચાર્યદેવથી માgિયસાગર સૂરીશ્વરજી મ. તથા પૂર ઉપાધ્યાય શ્રી કૈલાસસાગરજીમ૦ શ્રીએ અંજન શલાકા મંડપમાં ભગવંતને અંજન શલાક અંગેની અધિવાસનાવિધિ કરાવી હતી.
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy