________________
અષ્ટમંગલના બે પાટલાનું પૂજન અનુક્રમે સુરત નિવાસી શેઠ પાનાચંદ સાકરચંદ તથા અમદાવાદ નિવાસી ભરતકુમાર કાંતિલાલે કર્યું હતું. નંદાવર્ત પાટલાનું પૂજન કરવાને લાભ કનસુખરાવાળા શા. પિપટલાલ હેમરાજે લીધું હતું અને ક્ષેત્રપાલપૂજન, સેળ વિદ્યાદેવી પૂજન તથા ભેરવ પૂજનને લાભ શેઠ ઝુંમરમલજી બચ્છાવતવાળાના ફાળે ગયો હતે.
આજે અંગરચનાનું આકર્ષણ વધ્યું હતું, પૂજામાં અનેરો રંગ પૂરા હતું અને યાત્રિક વંદે મોડે સુધી ભાવના ભાવી હતી. જે કાર્ય હૃદયના ઉલ્લાસપૂર્વક થાય તે જરૂર સહામણું બને છે અને સફળતાને વરે છે. ચોથે દિવસ-સાહ સુદિ ૧૧૦
આજે શ્રી સિદ્ધચક ભગવંતનું બૃહત્ પૂજન આદિ વિધિઓ થવાની હતી, એટલે યાત્રિકોના ઉત્સાહનું પૂછવું જ શું? તેઓ નિયત સમય પહેલાં જ મંડપમાં આવી ગયા હતા, આ મંડપ ચિકાર ભરાઈ ગયા હતા.
પ્રથમ શ્રી સિદ્ધચક બૃહત્ પૂજન થયું, તેને લાભ શ્રી દુલીરાજ પ્રેમચંદ જલગાંવવાળાએ લીધું હતું. પછી તીર્થંકર નામકર્મ ઉપાર્જવામાં કારણભૂત એવાં વીશ સ્થાનકેનું પૂજન થયું, તેને લાભ જીવણબહેન કલકત્તાવાળાએ લીધું હતું. ત્યાર બાદ અમરોની આલમમાં અદ્વિતીય અધિકાર ભેગવનાર ૬૪ ઈન્દ્રોનું પૂજન થયું હતું, તેને લાભ શ્રી મનહરલાલ માધવલાલ પોરબંદરવાળાએ લીધું હતું. છેવટે શાસન રક્ષા કરવામાં શરીપૂરી એવી ૨૪ દેવીઓનું પૂજન થયું હતું, તેને કહા શેઠ રાયચંદ ગુલાબચંદ અછારીવાળાએ લીધું હતું.
અહી એટલી નેંધ કરવી જોઈએ કે કિયાકારક બાબુભાઈ આદિએ મંત્રોના શુદ્ધ અને સ્પષ્ટ ઉચ્ચારથી સારાયે વાતાવરણને ભાવનામય બનાવી દીધું હતું.
પૂજા, આંગી, ભાવનાની રોનક આજે પણ અનેરી રહી હતી. પાંચમે દિવસ-માહ સુદિ ૧૨ઃ
આજે સવારે ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવંત તથા ઉપાધ્યાય મહારાજનું વ્યાખ્યાન હતું. તેમાં તેઓશ્રીએ ધાર્મિક અનુષ્ઠાનનું રહસ્ય પ્રકાર્યું હતું અને તેનાથી થનાર અનેકવિધ લાભોનું વર્ણન કર્યું હતું.
આજે પ્રભુજીની અંગરચના ઘણી સુંદર થઈ હતી. અને પૂજા તથા ભાવના પ્રસંગે સંગીતની સરિતા વહી હતી એ સરિતામાં નિમજજન કરનારાઓ અપૂર્વ આનંદને અનુભવ કર્યા સિવાય કેમ રહે? છ દિવસન્માહ સુદ ૧૩:
આજે સવારે પણ ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવંતનું વ્યાખ્યાન થયું હતું, ૧૧