SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ તેમાં આવતી કાલે ગિરિરાજ ઉપર જલમંદિરમાં થનાર કુંભ સ્થાપન, દીપ સ્થાપન વગેરેની ઉછામણું બોલાવવામાં આવી હતી. યાત્રિકોએ ઉત્સાહ ઘણે સારે બતાવ્યું હતું. આજે બાબુ નિર્મળકુમારસિંગજી નવલખા કલકત્તાવાળાએ યાત્રિકોને ભાતું આપીને તથા બાબુથી પરિચંદ્રજી બેથરા, શ્રી ચંદજી બાથરા તથા ગંભીરચંદજી બાથરા કલકત્તાવાળાએ નવકારશી કરીને સંઘ ભક્તિને લ્હા લીધે હતે. આજે દેવાધિદેવ શામળા પાર્શ્વનાથ પ્રભુને દર્શનીય અંગરચના કરવામાં આવી હતી અને પૂજા તથા ભાવનાને કાર્યક્રમ રાબેતા મુજબ રહ્યો હતે. સાતમો દિવસ-માહ સુદ ૧૪: આજે ઉષાનું આગમન થતાં પહેલાં યાત્રિએ ગિરિરાજ પરનું આરહણ શરુ કરી દીધું હતું અને જીમ જીમ” એ ઉક્તિને ચરિતાર્થ કરી હતી. તેમણે માર્ગમાં સહઅરમિને સાત ઘોડા પર સવાર થઈને આવતે જે હતે. અને આનંદ અનુભવ્યું હતે. ઉગતા સૂર્યના–બાલરવિના કિરણે લેવાની પ્રથા આજે ઓછી થઈ ગઈ છે, પણ તેમાં અપૂર્વ તાજગી આપનારાં ત છે, એ આપણે ભૂલવાનું નથી. પૂજ્ય ઉપાધ્યાય શ્રી દેવેન્દ્રસાગરજી હાલના આચાર્ય શ્રી દેવેન્દ્રસાગરસૂરિજી તથા ઉપાય કૈલાસસાગરજી મહારાજ સમયસર જલમંદિરમાં આવી જતાં આજને ભવ્ય કાર્યક્રમ શરૂ થયે હતે. સર્વ વિધિ વિધાને તેઓશ્રીની જ પુણ્ય નિશ્રામાં કરવામાં આવ્યાં હતાં. તેમાં કુંભસ્થાપનને લાભ બાબુ રાજમલ સુરાણાએ, દીપ પ્રકટાવવાને તેમજ જવારારોપણને લાભ શા નેમચંદ દેવચંદ સલત કલકત્તાવાળાઓ તથા શાંતિકલશને લાભ શા. પોપટલાલ હેમરાજે લીધો હતો. આ ક્રિયાઓ સેંકડો વર્ષ બાદ તીર્થાધિરાજ પર થતી હોઈને યાત્રિકને આનંદ અવધિ વટાવી ગયા હતા. તેઓ પોતાને કૃતકૃત્ય માનવા લાગ્યા હતા. આજે મધુવનમાં વ્યાખ્યાન પ્રસંગે આવતી કાલે નીકળનાર ચ્યવન કલ્યાણકના વર ઘેડાની ઉછામણી લાવવામાં આવી હતી અને રાત્રે ભાવના પ્રસંગે ઈન્દ્ર-ઇન્દ્રાણુને આદેશ આપવામાં આવ્યો હતે. આજે પૂજાને ઠાઠ અને રહ્યો હતો અને અપૂર્વ અંગરરચનાને લીધે પ્રભુજીની સુરત ઘણી પ્યારી લાગતી હતી. તે ફરી ફરીને જોવાનું મન થયા જ કરતું હતું. અમને અહીં સ્પષ્ટ કહેવા દે કે જેનાં હદયને તાર પ્રભુ સાથે જોડાય છે, તે જ આ ભીષણ ભવસાગરને પાર પામી શકે છે. આઠ દિવસમાહ સુદ ૧૫ આજે ચ્યવન કલ્યાણકને વરઘોડે રહેવાથી યાત્રાળુઓ વહેલી સવારથી તૈયાર થઈ ગયા હતા અને વરઘેડા અંગેની વ્યવસ્થા કરવા લાગ્યા હતા. ચ્યવન કલ્યાણકની
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy