________________
આજે બપોરે મધુવનમાં જલયાત્રાને વરઘેડે કાઢવામાં આવ્યે હતું અને કુંભ માટેનું જળ જુવાલિકા નદીમાંથી વિધિવિધાનપૂર્વક લાવવામાં આવ્યું હતું.
રાત્રે સંગીતમય સુંદર ભાવના ભાવવામાં આવી હતી. તીર્થોદ્વારના ઈતિહાસમાં આ દિવસ સુવર્ણાક્ષરે લખા હતે. બીજે દિવસ માહ સુદ ૯
આજે મધુવનના ભવ્ય મંડપમાં પ્રભુજીને પધરાવવાને તથા કુંભ સ્થાપવા વગેરેને કાર્યક્રમ હતો. તે સર્વની ઉછામણું પૂજ્ય આચાર્ય મહારાજની નિશ્રામાં સવારના વ્યાખ્યાન સમયે બોલાવવામાં આવી હતી. તેમાં નીચે પ્રમાણે આદેશ અપાયા હતા –
–ભગવાન શ્રી સુપાર્શ્વનાથને પધરાવવાને આદેશ બાબુ નિર્મળકુમારસિંહજી નવલખાને.
––તેમની બંને બાજુ શ્રી મહાવીર સ્વામી તથા અન્ય ભગવંતને પધરાવવાને આદેશ એ. પી. બી. શાહ એન્ડ કું. વાળાને
– ભગવાન શાતિનાથને પધરાવવાને આદેશ કનસુખરાના વતની શા. પિપટલાલ હેમરાજને
-કુંભસ્થાપનાને તથા વરઘેડ વખતે રથમાં બેસી સારથી બનવાને આદેશ પી. બી. શાહ એન્ડ કુ.વાળાને.
–રામણદીવડાને આદેશ સુરત નિવાસી શ્રીયુત હીરાલાલ દીપચંદને. –જવારા પણ તથા પિખવાને આદેશ શાપિપટલાલ હેમરાજને.
આ પ્રમાણે ઉછામણું લાવ્યા બાદ શ્રી સુપાર્શ્વનાથ ભગવાન આદિ બિંબને વાજતેગાજતે વરઘોડે ચડાવી મંડપમાં પધરાવવામાં આવ્યા હતા, ત્યારબાદ ક્રિયાકારક શ્રી બાબુભાઈ ઉત્તમચંદ સુરતવાળાએ કુંભસ્થાપન, ક્ષેત્રપાલપૂજન, દ્વારપાલપૂજન, પીઠપૂજન, દીપસ્થાપન, જવારા રોપણ આદિ વિધિઓ સુંદર રીતે કરાવી હતી
બપોરે પૂજા ભણાવવામાં આવી હતી તથા રાત્રે ભાવના ભાવવામાં આવી હતી. આજે પ્રભુજીની અંગરચના ઘણી આકર્ષક બની હતી. ત્રીજો દિવસ–માહ સુદિ ૧૦ .
- નિયત થયેલા કાર્યક્રમ મુજબ આજે મધુવનમાં નવગ્રહપૂજન વગેરે ક્રિયાઓ થવાની હતી અને તે માટે ભાવિકે વહેલી સવારથી જ તૈયારી કરવા લાગ્યા હતા. પ્રથમ આ ક્રિયાના આદેશ અપાયા બાદ તેને વિધિ શરુ થયે હતે.
નવગ્રહ પૂજન અને દશદિકપાલ પૂજનના બે પાટલાનું પૂજન અનુક્રમે શેઠ રાયચંદ ગુલાબચંદ અચ્છારીવાલાએ તથા શેઠ ફત્તેહચંદજી લક્ષમીચંદજી કચેરે કર્યું હતું.