SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ હતી. વળી પાછું મેળવવામાં ધમાલ ન થાય કે વધારે વખત ન જાય તે માટે છૂટથી નળ નાખવામાં આવ્યા હતા. વધારે સ્પષ્ટ કહીએ તો લગભગ દરેક તંબુને આગવો નળ મળી રહે તેવી ગોઠવણ કરવામાં આવી હતી અને કેટલાંક સ્નાનગૃહે પણ ઊભા કરવામાં આવ્યાં હતાં. યાત્રિકને સમયસર સાત્વિક ભેજન મળી રહે તે માટે મોટા પાયે ગોઠવણ કરવામાં આવી હતી, ભજનમંડપ ઘણો વિશાળ બનાવવામાં આવ્યું હતું અને પીરસનારાઓની સંખ્યા પણ ઘણી માટી રાખવામાં આવી હતી, તેથી ભજન કરનારને દરેક વસ્તુ સમયસર મળી રહે અને બેટી થવું ન પડે. મોટા ઉત્સવમાં ક્યાં જવું? શું કરવું? ને ચળવું? વગેરે બાબતેની માણસને મંઝવણ હોય છે, તેથી આવા પ્રસંગે પૂછપરછ કાર્યાલય (Inquiry office) ખેલવામાં આવે છે. અહીં શ્વેતાંબર કેઠીની બહાર મિયાજીનાં મંદિરની સામે આવું કાર્યાલય ખેલવામાં આવ્યું હતું અને તેમાં સુતેષકારક જવાબ આપી શકે તેવા કાર્યકર્તાઓની નિમણુક કરવામાં આવી હતી. આ કાર્યાલયની પાસે જ વૈદકીય રાહતની સગવડ રાખવામાં આવી હતી અને ત્યાં દર વખત ડોકટર–વિદ્ય મળી રહે તે પ્રબંધ કરવામાં આવ્યો હતે. અનુભવીઓ કહે છે કે આવી સુંદર સગવડે તે આ મહત્સવમાં જ પહેલીવાર જોવા મળી હતી. મધુવનમાં પ્રતિષ્ઠા મહોત્સવના મંડપની બાજુમાં ૧૨૧ છોડનું ભવ્ય ઉજમણું રાખવામાં આવેલ હતું. તે છોડ ભરાવનાર ભાગ્યશાળી તથા તે છેડ કયાં આવે તેની યાદી પાછળ આપેલ છે. [૧૦] મહોત્સવની ભવ્ય ઉજવણી પહેલે દિવસ-માહ સુદ ૮ : દિવસોથી જેની આતુરતાભરી પ્રતીક્ષા થઈ રહી હતી, તે મહત્સવનાં મંડાણ સં. ૨૦૧૭ના માહ સુદિ ૮ના મંગલ પ્રભાતે મધુવનમાં થયાં હતાં, શું તે વખતનો ઉત્સાહ! છે તે વખતને આનંદ ! જુદા જુદા પ્રાંતમાંથી ભેગાં થયેલાં હજારે હૈયાં એ વખતે હસી રહ્યાં હતાં અને જગદુદ્ધારક જિનેશ્વર ભગવતેને બાવકુસુમ ચડાવી રહ્યાં હતાં આ મંગલ અવસર તે જીવનમાં કંઈક જ વાર સાંપડે, એવી સહુને પ્રતીતિ હતી, એટલે તે પિતાનાં તન-મન તેને સમર્પિત કરી રહ્યાં હતાં.
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy