SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ વિશાળ કાર્યક્રમનું આયોજન અને દરેક પ્રકારની સગવડ સૂચવતી આ આમત્રણપત્રિકા બહાર પાડ્યા પછી “ચલે સમેતશિખર ને નાદ ગાજતે થયો હતો અને હજારો યાત્રાળ રેલવે, મોટર, ટેકસી વગેરે દ્વારા શિખરજી આવવા લાગ્યા હતા. વળી નિયત કાર્યક્રમ મુજબ સ્પેશ્યલ ટ્રેઈને અને ડબ્બાઓનું આગમન પારસનાથ કે ગીરડી સ્ટેશને થવા લાગ્યું હતું અને બસ તથા ટેકસીઓને કાફલો તેમાંના યાત્રિકને મધુવનમાં પહોંચાડવા લાગ્યું હતું. બીજી બાજુ આમંત્રણ પત્રિકામાં નિર્દેશાયેલ પૂજ્ય સાધુ-સાધ્વીઓને સમુદાય અનેક પ્રકારનાં કષ્ટ વેઠીને તથા દીર્ઘ વિહારે કરીને ગિરિરાજની સમીપે આવી પહેંચ્યું હતું. તેમને પ્રવેશ માહ સુદ ૫ શનિવારના રોજ ઘણી ધામધૂમથી કરાવવામાં આવ્યું હતું. થોડા દિવસોમાં તે મધુવન યાત્રિકેથી ઉભરાવા લાગ્યું હતું અને જાણે માનવમહેરામણ હેલે ચડ્યો હોય, એ દેખાવ થઈ રહ્યો હતે. [૯] વિશિષ્ટ તૈયારીઓનું દિગ્દર્શને આમંત્રણ પત્રિકામાં દર્શાવ્યા ઉપરાંત સમિતિએ બીજી પણ કેટલીક વિશિષ્ટ તૈયારીઓ કરી હતી, તેનું અહીં દિગ્દર્શન કરાવવું ઉચિત લેખાશે. મધુવનમાં યાત્રિકોને ઉતરવા માટે ત્રણ ધર્મશાળાઓ હતી, પરંતુ યાત્રિકેની સંખ્યા ઘણી મોટી થશે એમ માનીને તેમનાં વસવાટ માટે તદ્દન નવા ૬૦૦ તબુએ નાખવામાં આવ્યા હતા. આ દરેક તબુમાં પાટીશન વડે બે ખંડેની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ખાસ સગવડ કરીને તેમાં વીજળીની બત્તીઓ મૂકવામાં આવી હતી, આ તંબુઓની ગોઠવણ એક નાનકડાં નગરને ખ્યાલ આપતી હતી અને આ પારસનાથી નગર”ની એક સરખી તતાને લીધે પ્રેક્ષકોનાં મન પર અદ્દભૂત છાપ પાડતી હતી. આ તીર્થ પર પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુને કેવો પ્રભાવ છે, તે અમે “શ્રી સમેતશિખર-તીર્થ દર્શન” નામના પૂર્વ નિબ ધમાં વિસ્તારથી જણાવેલું છે તેમનાં પુણ્ય સ્મરણરૂપે આ નામ રાખવામાં આવ્યું હતું. અતિ મોટા યાત્રિકસમૂહને પીવાનું તથા નહાવા-ધોવાનું પાણી પૂરતા પ્રમાણમાં સમયસર કેમ આપવું? એ એક વિચારણય પ્રશ્ન હતું, પરંતુ કાર્યવાહકે દીર્ધદષ્ટિ વાપરી પહાડ પરનાં એક ઝરણાં આડે બંધ બાંધી લઈ એક નાનકડું તળાવ બનાવ્યું હતું અને તેમાંથી પાઈપ લાઈન વડે પારસનાથ નગરમાં પાણી આવે એવી શેઠવણ કરી
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy