________________
જીર્ણોદ્ધારનું કામ વ્યવસ્થિત, સુંદર અને સંગીન બને તે માટે સં. ૨૦૧૧ ની સાલમાં નીચે પ્રમાણે એક બાંધકામ સમિતિ નીમવામાં આવી હતી.
(૧) શ્રી ચંદુલાલ નાગરદાસ કેકટર–અમદાવાદ (૨) ચીમનલાલ ગોકળદાસ શાહ – અમદાવાદ (૩) શ્રી પાનાચંદ સાકેરચંદ મદ્રાસી –સુરત (૪) શ્રી રતિલાલ ગોરધનદાસ - ભદ્રાસ (૫) શ્રી નેમચંદ જીવણચંદ –બાજીપુરા
આ સમિતિની વિચક્ષણતા તથા કાર્યદક્ષતાને લીધે જીર્ણોદ્ધારનું કામ સારી રીતે આગળ વધવા પામ્યું હતું અને લગભગ બે વર્ષના ગાળામાં ૨૯ કેને જીર્ણોદ્ધાર પૂરા થયે હતે. હવે માત્ર જળમંદિરને જીર્ણોદ્ધાર બાકી રહ્યો હતો. એવામાં આ કાર્યના સમર્થ સહાયક પૂ૦ સુરપ્રભાશ્રીજી મ. સં. ૨૦૧૩ ના વૈશાખ વદિ ૨ ના રોજ અમદાવાદ મુકામે સ્વર્ગવાસી બન્યા અને “ચાંતિ વિદત્તાનિ મહામપિ' એ સૂત્ર ચરિતાર્થ બન્યું.
પૂરંજનશ્રીજી મહારાજ તથા કાર્યકર્તાઓને માટે આઘાત પહએ, આમ છતાં હૈયે રાખી તેમણે આ કાર્ય આગળ ધપાવ્યું. એક કવિએ ઠીક જ કહ્યું છે કે “અધમ આત્માઓ વિદતના ભયથી કામની શરૂઆત જ કરતા નથી. મધ્યમ આત્માઓ થોડું વિન આવતાં આરંભેલા કામને છેડી દે, જ્યારે ઉત્તમ આત્માઓ પુનઃ પુનઃ વિનેથી હણવા છતાં આરંભેલું કાર્ય છેડતાં નથી. અર્થાત્ તેને પુરું કરીને જ જપે છે
જલમંદિરના ઉદ્ધાર અને વિસ્તારનું કાર્ય માટું હતું, તે ઓછામાં ઓછા પાંચ લાખ રૂપિયાની અપેક્ષા રાખતું હતું, એટલે તે શરૂ કરવું કે કેમ? તેની કાર્યકર્તાઓનાં મનમાં મોટી વિમાસણ હતી પરંતુ પૂ૦ રંજનશ્રીજી મ0ની અતૂટ આત્મશ્રદ્ધા તથા શાસનદેવની કૃપાએ એ કાર્યને પણ સરળ બનાવ્યું. તે અંગે દાનેશ્વરીઓ તથા સંઘ તરફથી મદદ આવવા લાગી.
સં. ૨૦૧૫ ના ફાગણ સુદિ ૨ ને બુધવારના રોજ અમદાવાદના સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ તથા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ શેઠ કસ્તુરભાઈના સુપુત્ર શ્રી પ્રેર્થિક ભાઈના શુભ હસ્તે જલમંદિરના જિનપ્રાસાદનું શિલાસ્થાપન કરવામાં આવ્યું.
આમ આ જલમંદિરનાં જિનપ્રાસાદના જીર્ણોદ્ધારનું કાર્ય હાથ ધરવામાં આવ્યું, આ પણ વિકટ કાર્યું હતું. પહાડ પર પથ્થર ચડાવવાના હતાં. અન્ય સાધન સામગ્રી એટલે ઉચે પહોંચાડવાની હતી. કુશળ કારીગરોને ત્યાં જવાનું હતું. તેટલું જ નહી પણ