SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ બરાબર શાશ્વતી ઓળી–ત્રી ઓળીનું આગમન થયું. શ્રીસંઘની લાગણી સભર વિનંતી આચાર્યદેવશ્રી નકારી શકે તેવી કેાઈ પિઝીશન ન હતી. આનંદિત થઈ તેમણે આમંત્રણ સ્વીકાર્યું. વીજળી ને પવન કરતા પણ ઝડપી વાયુવેગે આ સમાચાર સંઘમાં ફેલાતા ઘેર ઘેર ઉલાસના દીવા પ્રગટયા. પૂ. આચાર્યદેવશ્રી તેમના વિદ્વાન શિષ્યરત્ન પૂ. યશોવિજયજી મ, ગણિવર્યશ્રી પૂ. રાજચંદ વગેરે સાથે ધામધૂમથી મોટી ટેળી નૂતન ઉપાશ્રયે પધાર્યા. તેઓશ્રીના સ્વાગતમાં કઈ જૈન બાકી ન હતે. હૈયે હૈયું દળાય તેવી મેદની હતી. બજારમાં ને જૈનત્તરો પણ દિમૂઢ થઈ જતા હતા કે કેઈ મહાન સંતના પગલા થઈ રહ્યા છે. પૂજ્યશ્રીની પધરામણી –મંગલાચરણ બાદ આ લેખના લેખકે–અનન્ય ગુરુભક્ત શ્રી જયંતિલાલ એમ. શાહે પૂજ્યશ્રીના ૨૦ વર્ષ પહેલાના સંઘના ઉપકાર સહ શાશ્વતી ઓળીની પદ્યમય શિલીના વ્યાખ્યાનને લાભ લેવા સૌને અપીલ કરી. વ્યાખ્યાન વાચસ્પતિ ગુરુદેવશ્રી ! યથાર્થ ગુણ ચમત્કાર સર્જાયે. પરિણામ...બીજે દિવસે પ્રથમસ્ય દિને વ્યાખ્યાન સમય ૯૦૦ પહેલા આખે હેલ ભરચક થઈ ગયો. નવ પછી આવનારાને નિરાશા સાંપડી કેમકે બહાર ઉભું રહેવું પડશું. વ્યાખ્યાન બુલંદ શૈલી સહ શરૂ થયું. શાંતિનું સામ્રાજ્ય, ટાંચણું પડે તે ય ખલેલ પહોચે! ૧૫૦૦ માણસોની હાજરી છતાં નવ દિવસ સુધી શ્રીપાળ ચરિત્ર પદ્યમય (પુસ્તક પ્રતના આધાર વગર) સંભળાવ્યું. જે સાંભળવા જૈન સંઘના પ્રકાંડજ્ઞાતા પૂ. પન્યાસશ્રી અભયસાગરજી મ. પણ પધારેલ ને સાંભળી મંત્રમુગ્ધ થયેલ. આચાર્યશ્રીની શક્તિની અનુમોદના કરેલ. જે પાલીતાણાની પ્રજા માટે ચમત્કાર જ સમાન માનવું રહ્યું. બીજા દિવસથી જેનેત્તરોની સંખ્યામાં વધારે ને રસસરિતા અખ્ખલિત રીતે વહેતા પૂર્ણ શાંતિ છવાતી. કલાક પસાર થતા પણ કેવી રીતે ? કોને ખબર ? વીરવાણું બસ સાંભળ્યાં જ કરીએ. ઓળી પૂર્ણાહુતિને લગભગ ૧૫૦૦ માણસે બેન્ડવાજા સહ પૂજ્યશ્રી સાથે તલાટીયાત્રા કરી ગિરિવિહાર આવ્યા. ત્યાં પૂજ્યશ્રીના પ્રવચન બાદ ઉજાણી (જમણવાર) પાલીતાણા શ્રીસંઘના ઇતિહાસમાં પોતાના સવરૂપથી કાષ્ટ થઈ જીવ પરભાવમાં જાય છે.
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy