________________
શ્રોતાઓને પિતાની જાતને ભૂલાવી દેનાર તત્વ અને સત્વની ભરપુર વાણદાતા
પરોપકારી, વ્યાખ્યાનવાચસ્પતિ, આચાર્યદેવશ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજીને ગુણાનુવાદ શ્રદ્ધાંજલિ આપના ચરણાવિંદ!
પૂ. ગુરુદેવશ્રીને જન્મ સંવત ૧૯૮૦ માં, મારવાડનાં, ખેતાસર ગામે, વિશા ઓસવાળ જ્ઞાતિમાં (ઘારીવાડ કુળ) થયો હતે.
ખેતાસર એક તદન નાનકડું ગામ... જ્યાં મંદિર કે પાઠશાળા કશું નથી. છતાં ય પૂજ્યશ્રીના આગલા ભવના જ્ઞાનના સુસંસ્કારોને લઈ મારવાડમાં જ આસિયા–તીર્થમાં અભ્યાસ કરી અને વિ. સં. ૧૯૬ની સાલમાં બાલબ્રહ્મચારી અવસ્થામાં પૂ. આચાર્યશ્રી ચંદ્રસૂરીશ્વરજીના વરદ્ હસ્તે દીક્ષા અંગીકાર કરી હતી. ધન્ય હો માતપિતાને! જેમની કૂખે પૂજ્યશ્રી જેવા તેજસ્વી સનને જન્મ થયો. - તેજસ્વી અનવર્ય પૂજ્યશ્રી સાથે મારો પરિચય સં. ૨૦૨૬ની સાલના ચાતુર્માસ વખતે નાગપુરમાં થયો. જે હતું આપશ્રી સાથેનું પ્રથમ પરિચય મિલન.
પૂજ્યશ્રી આચાર્યદેવ ! આપના હરેક વ્યાખ્યામાં પ્રાયઃ મારી હાજરી રહેતી. પૂજ્યશ્રી ગુરુદેવના સદ્દઉપદેશથી જ અહીં ભવ્ય ઉપાશ્રયનું નિર્માણકાર્ય આપની અથાગ મહેનત વડે થયું. તેમજ નૂતન જૈન પ્રસાદનું નિર્માણ પણ આપ થકી જ થયેલ. ફક્ત ચાર માસના ટૂંકા ગાળામાં શિખરબંધી–ભવ્ય પ્રાસાદને શીલાન્યાસ વિધિ, અંજનશલાકા, પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ને દશાલિકા મહત્સવ, દશે દિવસ નવકારશી, સ્વામિવાત્સલ્ય સાથે ઉજવાયેલ હતા.
દરરોજ વ્યાખ્યાનમાં આપશ્રી સુંદર, મધુર, બુલંદ કંઠે, લય ને આલાપપૂર્વક, રાગ-રાગિણુઓથી સ્તવન, સન્ના, પૂજા-પદો, દુહાઓ અને કથાનક-ગીત તથા પ્રચલિત કહેવત સાથે આપશ્રી દાખલા
બાલને અત્યારથી નિથ બનવાને
અવસર એ જ અપૂર્વ અવસર,