________________
કર્યો હતે. આ મત્સવની વિશિષ્ટતા એ હતી કે પૂજ્યશ્રીએ સાધમીક ' વાત્સલ્યને, જમાનાને અનુકૂળ સાચો અર્થ સમજાવી, સીદાતા મધ્યમ- , વર્ગના જૈન બંધુઓ માટે સારી એવી રકમ એકઠી કરાવી તેની સુંદર વ્યવસ્થા કરાવી હતી.
ભાવનગર નરેશ શ્રી કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબ દાદાવાડીના ઉપાશ્રયે તથા ટાઉનહોલના જાહેર વ્યાખ્યામાં હાજરી આપી, પૂજ્યશ્રીનાં વ્યાખ્યાને સાંભળી પિતાને પૂર્ણ સંતોષ અને આનંદ વ્યક્ત કર્યો હતે.
આ રીતે અનેકવિધ પ્રવચનમાં જુદા જુદા વિષ દ્વારા પૂજ્ય મહારાજશ્રીએ વર્તમાનયુગની જનતાને ખૂબ જ પ્રેરક, ઉદ્દબોધક, તેમજ અપૂર્વ માર્ગદર્શક બને તેવે સદુપદેશ આપ્યો છે, દુનિયા વિષે સંસારના સ્વાથી માણસો વિષે, સમતા અને મમતા વિષે વિશ્વમેત્રીની ભાવના કેળવવા માટે, વિષય, કષાય, રાગ-દ્વેષ, ઈત્યાદિ વિષે પૂજ્યશ્રીએ ઘણે જ સુંદર ઉપદેશ આ પ્રવચનમાં આપ્યો છે.
અધ્યાત્મ વિદ્યાના જાણકાર, અધ્યાત્મનિષ્ઠ, ઉત્તમ સાધુ ધર્મના પાલક, આત્મજ્ઞાનરૂપ બગીચામાં રાત દિવસ કીડા કરનાર એવા પૂ. મહારાજશ્રીના અત્યુત્તમ ગુણોથી આકર્ષાઈ, ભાવનગરમાં થયેલાં, તેમના જાહેર-વ્યાખ્યાને પુસ્તકરૂપે પ્રસિદ્ધ કરી, પ્રચાર કરવાની જવાબદારી
જૈન” પત્રના માનનીય, સદભાવનાશીલ તંત્રી શ્રીયુત ગુલાબચંદભાઈએ “મંગલદ્વાર” ઉપાડેલ છે. તે અતિ અનુમોદનીય, અને પ્રશંસનીય છે. ઘણા મુમુક્ષભાઈઓ તથા બહેનો આ પ્રવચને વાંચી, વિચારી, પ્રેરણા મેળવી સ્વ-પર હિતસાધક બની શકશે.
પૂ. મુનિ મહારાજશ્રી ભુવનવિજ્યજી મહારાજના નિર્વ્યાજ પ્રેમ અને મમતાએ, મને અધિકારી જનને પણ અધિકારી માની લઈ એમના આ પ્રવચને જે ખરી રીતે જીવનમાંથી મળેલા પ્રકાશ, પ્રેમ અને અનુભવની પ્રસાદી છે, એની પ્રતાવના લખવાને આદેશ આપ્યો. એમના શબ્દોનું મૂલ્યાંકન મારે મન અમૂલ્ય હેઈ, મેં સહર્ષ
મનુષ્યભવ શિખરે આણ થયેલ આત્મા મહેતા
અને તકાળે પણ ઠેકાણે ન આવે,