SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુજય [ જૈન તીર્થોને ડાબી અને લાઈનમાં દહેરાં અને દહેરીને આવેલ જ વંદન-નમસ્કાર કરવા માટે તેમજ ઓળખાણ પડે તે માટે ક્રમવાર બતાવવામાં આવ્યું છે. ૧. ડાબા હાથ તરફ દહેરાસર ૧ શ્રી શાંતિનાથનું છે, જે દમણવાળા શેઠ હીરા રાયકરણે બંધાવેલું છે. અહીં સવે શ્રાવકે પ્રભુભક્તિ કરી ચૈત્યવંદન કરે છે. આ દહેરાસરની જમણી બાજુએ સીયાઈ લેકે ના પહેરાની ઓરડી પાસે એક દહેરી છે તેમાં પાષાણુના પ્રતિમાજી ૮ છે. ૨. આ દહેગની ડાબી તરફ નીચામાં દેવી શ્રી ચકેશ્વરી માતાનું દહે છે, જે શેઠ કરમાશાએ સંવત ૧૫૮૭ માં ઉધ્ધાર કરી બધાવી માતાજીને પધરાવેલાં છે. તેની પાસે દેવી શ્રી ચશ્વરજીનું નવું રહે શેઠ તારાચંદ સંઘવી સુરતવાળાનું બંધાવેલું છે. તેમાં પદ્માવતી વિગેરે દેવીની મૂર્તિ ૪ તથા માતાજીના દહેરામાં માનતાના તથા ઘીના દીવાના પૈસા નાખવાને ગુપ્ત ભંડાર છે. શ્રી ચકેશ્વરી દેવી તથધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજની અધિષ્ઠાયિકા મહાદેવી છે. ભાવિકજને અડી દેવીની સ્તુતિ કરે છે. ૩. શ્રી ચંદ્રેશ્વરી માતાજીના દહેરાની પાસે આગળ જતાં એક દેરાસર શ્રી સુપાર્શ્વનાથજીનું આવે છે અર્થાત્ તેમાં મુળનાયક શ્રી સુપાર્શ્વનાથજી છે. તે દહેરાને વિમળવશીનું દહેરું કહેવામાં આવે છે અથવા નેમિનાથની કચેરીનું દહેરું પણ કહેવામાં આવે છે. વળી ભૂલવણ પણ કહેવાય છે, આ મદિર સં. ૧૬૭૫ માં બંધાયું છે. જાલીમાં પછવાડે ઉપરાઉપર ત્રણ મુખજી છે. છઠ્ઠા નીચેના ચામુખવાળા ભાગમાં શ્રી નેમિનાથજી ભગવાનની શેરી પથ્થરની આળેખેલી છે, ઘુમ્મટમાં પશુઓનો પોકાર આળેખેલે છે. તેની સામે ભીંતમાં ભગવાન શ્રી નેમિનાથ તથા ચાદવેને સમુહુ (જાનમાં) બતાવ્યા છે. એક ઉપરના ખૂણે રાજેમતીને એશીયાલે સુખે બતાવવામાં આવી છે. દહેરું રમણીય, દર્શનીય, આહલાદક છે. તે સિવાય સમવસરણ, ૧૭૦ જિન વિગેરેની રચના છે. આમાં પાષાણની પ્રતિમા ૩૪૯ પગલાં જેડ 2 અષ્ટમંગલિક ૨ તથા ગૌતમસ્વામીની મુતી ૨ છે. ૪. આ દેરાસર પાસે ડાબી તરફ એક દેરી છે જેમાં પાષાણુની ૩ પ્રતિમા છે. તેની પાસે પુણ્યપાપની મારી છે. ૫. આ પુણ્ય પાપની બારી પાસે નાની ભુલવણમાં દેરી ૧૦ છે. તેમાં એક કરી ખાલી છે જેમાં ચુને વિગેરે રાખવામાં આવે છે. વાયુની પ્રતિમા ૨૯ તથા પગલાં જોડી ૨ છે. ૬. આ ભુલવણીના બારણા પાસે દેરી ૧ પશ્ચિમ તરફ છે તેમાં પાષાણુની પ્રતિમા ૫ છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy