SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] :૪૩ : શ્રી' થઈ જાય તે ફટમ્બના વડા શ્રી ખુશાલચંદ શેઠને સંઘના વેપારીઓએ મળીને નગરશેઠ તરીકેનું માન આપેલું. આ પછી તેઓ શહેરના આગેવાન અને નિસંઘના વડા ગણાવા લાગ્યા. શ્રી ખુશાલચંદ શેઠથી શરૂ થયેલી આ નગરશેઠાઈ અત્યારસુધી વંશપરંપરાગત ચાલુ છે. ગાયકવાડાએ પણ પાલખી, છત્રી, મસાલ ને વર્ષે રૂા. હજાર એટલે તેમને હકક કરી અા (ગુજરાત સર્વ સંગ્રહ) ખુશાલચંદ શેઠને નષ્ણુશા, જેઠમલ અને વખતચંદ એ ત્રણ પુત્ર થયા. વખતચંદ શેઠ પ્રતાપી હતા. xxx વિ. સં. ૧૮૬૪ માં પોતે શત્રુંજયને સંઘ કાઢો, અને ત્યાં કેટલીક પ્રતિષ્ઠા કરી વિ.સં ૧૮૬૮ માં આ નગરશેઠની આગેવાની નીચે અમદાવાદના શહેરીઓએ સરકારને અરજ કરતાં સરકાર તરફથી એ હુકમ થશે કે માત્ર કન્યા મૂકી કેઈ પણ ગુજરી જાય છે તેની મિલ્કતમાં ડખલ ન કરતાં તે કન્યાને, જ્યાં સુધી સંતાન થાય ત્યાં સુધી વારસદાર ગણવી. આ બાબતને ગુજરાતી ભાષામાં કરેલે હુકમ અમદાવાદના ત્રણ દરવાજા પરના શિલાલેખમાં કતરેલો છે. વખતચંદ શેઠને ગાયકવાડ સાથે ઘણે ગાઢ સંબંધ હતેા. ૧૮૮૭ માં તેમનું સ્વર્ગગમન થયું. તેમના પુત્ર હેમાભાઈએ ઘણું સાર્વજનિક સખાવત કરી. અમદાવાદમાં અંગ્રેજી નિશાળ, હેમાભાઈ ઈન્સ્ટિટ્યુટ નામની પુસ્તકશાળા, સંગ્રહસ્થાન, કન્યાશાળા અને એક હોસ્પીટલ વગેરે પ્રજાઉપોગી કામે તેમની સહાયથી થયાં છે. સં. ૧૯૦૪માં જન્મ પામેલ ગુજરાત વર્નાકયુલર સાઈટીને પણ તેમણે સારી મદદ આપી હતી. ગુજરાત કોલેજ શરૂ કરવામાં દશ હજાર રૂા. આપ્યા. ત્યાંની શહેર-સુધરાઈ માટે સારે પરિશ્રમ લીધો. શત્રુજ્ય ઉપર સવા લાખ ખરચી ઉજમબાઈની ટુંકનંદીશ્વરદીપની ૪ બંધાવી. પોતાની ટેક વિ. સં. ૧૮૮૨ માં ત્યાં બંધાવી અને તેની વિ સં. ૧૮૮૬ માં પ્રતિષ્ઠા કરાવી. ઘણે ઠેકાણે ધર્મશાળા બંધાવી. ગાયકવાડે રાંચરડી ગામ બક્ષીસ કર્યું, તેની ઉપજમાંથી અમુક રકમ ખેડા ઢાર અથે કાઢેલી છે, ને તે ગામ તેમના વંશજોના તાબામાં હજી સુધી છે. વિ. સં. ૧૯૧૪ માં તેમનું સ્વર્ગગમન થયું. તેમના પુત્ર પ્રેમાભાઈ પણ એક પ્રખ્યાત વ્યક્તિ હતા. તેમણે વિ. સં૧૯૦૫ શત્રુંજયનો સંઘ કાઢયા હતા. તેમણે અમદાવાદની હઠીસિંગ પ્રેમાભાઈ હે સ્પીટલ (સીવીલ હોસ્પીટલમાં) બાવીશ હજાર દેઢા, હેમાભાઇ ઇન્સ્ટિટયુટના મકાનમાં સાત હજાર પચાસ ગુજરાત કોલેજમાં, મુંબઈની ગ્રાન્ડ શેડીકલ કેલેજમાં, વિટારીયા મ્યુઝીયમમાં, મુંબઈ વિકટેરીયા ગાર્ડન્સ, ગુજરાત વર્નાકયુલર સોસાઈટી વગેરે સાર્વજનિક સંસ્થાઓમાં હજારો રૂપિયાનું દાન કર્યું છે. ૧૯૩૪ નાં દુષ્કાળમાં તથા છ સ્થળે ધર્મશાળા બંધાવવામાં * આ શિલાલેખે અંગ્રેજી ભાષાંતર સહિત મુંબઈ જે. એ.સે.ના જર્નલ હૈ. ૧૯૨ એ. ૫૩ સને ૧૮૯૭ પૃ. ૩૪૮ માં પ્રગટ થએલ છે. ગુજરાતનું પાટનગર અમદાવાદ નામના પુસ્તમાં પણ પ્રગટ થએલ છે. '
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy