SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ R : ઇતિહાસ ] : ૩૭ : શ્રી શત્રુજય બનાવ્યું અને આગળ કદમ વધાય. છેવટે થાકેર ઉન્નડજીએ આ અનુકૂળતાને લાભ લઈ સંન્ય એકઠું કર્યું. ગાયકવાડના અમલદારે અને કાઠીઓ સાથે દોસ્તી બાંધી અને રાજ્ય જમાવ્યું. પરંતુ આ બધામાં એક ભૂલ થઈ કે.ઠાકોર કાંધાજીએ વિકટ પરિસ્થિતિમાં શત્રજયનું ૨૫ આરબને ત્યાં ગીરવી મૂકયું એટલે જેન યાત્રિકની કનડગત વધી પડી. ઠાકર અને જૈન સંઘની વચ્ચે મનસ્યનાં બીજ રોપાયાં અને તેને અંગે બ્રીટીશ સત્તાને સમાધાન માટે વચ્ચે આવવું પડયું. શાંતિપ્રિય જેનોએ કાયમની શાંતિ થાય તે માટે કોઠયાવાડના પિલીટીકલ એજંટ કેપ્ટન બાવેલ રૂબરૂ એક ચેકસ રકમ નિયત ઠરાવી સમાધાન કર્યું, જેમાં સાફ લખ્યું છે કે “સુખડી તથા જામીને બદલે રક્ષણ તેમજ ભાટ તથા રાજગરના મળીને વાર્ષિક રૂ. ૪૫૦૦) ઉચક આપવા કરાવ્યા અને તેના બદલામાં ચોકી પહેરાની ખબર રાખવા અને કોઈ વાતે નુકશાન, આફત, ફીતુરી કે આસમાની સુલતાની થાય તે તે ભરી આપવાને ઠાકર કાંધાજી (દાદભા) તથા તેમના કુંવર ઘણુજીએ સં. ૧૮૭૮ (ઇ. સં ૧૮ર૧) માં કરાર કરી આપે. પહેલાંના કરારનામાના અને આ કરારનામાના અમુક શબ્દ ખાસ વાંચવા જેવા હોવાથી નીચે આપવામાં આપે છે સં. ૧૭૦૭( ઈ. સ. ૧૬૫૧)ના કરારના શો સં. ૧૭૦૭ વર્ષે કાર્તિક વદિ ૧૩ ભેમે ગેહિલ શ્રી કાંધાજી, તથા નારાજી, તથા હમીરજી તથા બાઈ પદમાજી તથા પાટમ, જત લખત આમા શ્રી સેત્રજાની ચેકી પુહરૂ કરૂં છું તથા સંઘની ચેકી કરું છું. તે માટે તેનું પરઠ કીધું. * * ગચ્છ રાસી એ કરારિ લેવું. તથા એ ફરાર બાપના બાલશુ પાળવું તથા શ્રી આદિશ્વરની સાખી પાલવું, રણછોડજીની સાખી પાલવું. કારખાના પાસિ ન લેવું તપાગછનિ, * આ કરારમાં એક બાજી ગોહીલ કાંધાજી, બાઈ પદમાજી, તથા બાઈ પાટમની સહી છે. બીજી બાજુ ગેમલજી વગેરેની સાક્ષી છે. દેસી કડવા નાથાએ આ લખ્યું છે અને લગ્યા પ્રમાણે ન પાળે તે અમદાવાદ જઈને ખુલાસે (જવાબ) આપવાનું પણ લડયું છે. સાક્ષીઓમાં તે ત્યાંસુધી લખ્યું છે કે-લખત ભાટ પર બત નારાયણુએ લખું, પાલિ નહિ તુ અમિ જમાન છું. અમદાવાદ મધેજબાપ કરૂં સહી તથા ભાટને અગડ કરી છે તે પાળવું સહી સહી.” આ કરારપત્ર સાફ સૂચવે છે કે અનેક ભાગીદારે વચ્ચે આ કરાર થયો હતો અને એના સાક્ષીભૂત બારોટ વગેરે હતા. આમાં કઈ રાજા કે ઠાકર હાય એવું કશું જ સૂચિત થતુ નથી.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy