SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] શ્રી શત્રુજય મદિર પણ ઠીક કરાવ્યું. મમ્માણથી સુંદર આરસના ખંડ મંગાવી મૂલનાયકનું નવીન બિબ તૈયાર કરાવ્યું. સમરાશાહના પિતા દેશલશાહ સંઘ લઈને સિધ્ધાચલજી આવ્યા. આ સમયે બીજા પણ અનેક સંઘે આવ્યા હતા. ઘણાઓએ પિતાની શક્તિ પ્રમાણે ગિરિરાજ ઉપર દેવકુલિકાઓ અને કેટલાકે ભવ્ય મંદિર બંધાવ્યાં. તેમાં સમરાશાહે મુખ્ય મંદિરના શિખરને ઉધ્ધાર કરવા સાથે પ્રભુની દક્ષિણ દિશામાં અષ્ટાપદછનું નવીન ચૈત્ય કરાવ્યું. તેમના પિતા દેશલશાહે દેસલવસહી બંધાવી, પાટણના શા. હુંઢક તરફથી ચાર દેવકુલિકાઓ બંધાઈ, તથા સંધવી જેત્ર અને કૃષ્ણ સંઘવીએ આઠ દેરીઓ કરાવી. શા કેશવ તરફથી સિધ્ધકોટાકેટીનાં મંદિરને જીર્ણોધ્ધાર કરાવવામાં આવ્યે. અનુક્રમે બધા સઘની હાજરીમાં સં. ૧૩૭૧ના મહા શુ. ૧૪ને સેમવારે ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ થયો. પ્રતિષ્ઠામાં તપાગચ્છની બહાશાલિક શાખાના આચાર્ય શ્રી રત્નાકરસૂરિ વગેરે અનેક પ્રભાવિક આચાર્યો વિદ્યમાન હતા. શ્રી રત્નાકરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી તેમ શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધમાં પણ જણાવેલ છે. જુઓ - आसन वृद्धतपागणे सुगुरवो रत्नाकराहवा पुराऽयं रत्नाकरनामभृत्प्रववृते येभ्यो गणो निर्मलः ॥ તૈચ સમવ્યાધુરિતા પ્રતિg - द्वीपत्रयेकमितेषु १३७१ विक्रमनृपादृद्वेष्वतीतेषु च ।। प्रशस्तन्तरेऽपि" वर्षे विक्रमतः कुसप्तदहनकस्मिन् १३७१ युगादिप्रभु । श्रीशठंजयमूलनायकमतिप्रौढप्रतिष्ठोत्सवम् ॥ साधुः श्रीसमराभिधस्त्रिभुवनीमान्यो वदान्यः क्षितौ। श्रीरत्नाकरसरिभिर्गणधरैयैः स्थापयामासिवान् ।। वक्रम संवत्सरे चन्द्रहयामीन्दु( १३७१ )मिते सति । श्रीमूलनायकोद्धारं साधुः श्रीसमरो व्यधात् ॥ १२० ॥ ભાવાર્થ–૧૩૬૯મા કલિયુગના પ્રતાપથી જાવડશાહે સ્થાપેલ બિબ (મૂલનાયકચ્છ)નો સ્વેચ્છાએ ભ ગ કર્યો. ૧૩૭૧માં સાધુપુરુષ સમરાશાહે મૂલનાયકને ઉદ્ધાર કર્યો. શ્રી જિનપ્રભસૂરિજીના આ કથન મુજબ જાવડશાહના મૂલનાયકના બિંબને મુસલમાનેએ ખડિત કર્યું હતું અર્થાત લગભગ બાર વર્ષ સુધી મૂલબિબ જાવડશાહના જ પૂજાયા. બીજુ મંત્રીશ્વર બાહડે મૂલમંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલો પરનું મૂલબિબ તે જાવડશાહનું જ રહેલ. સમરાશાહે પણ મૂલનાયકના બિંબને ઉદ્ધાર કર્યો છે; જયારે બીજા મંદિરને ઉદ્ધાર બીજાઓએ જ કરાવ્યો છે એમ સિદ્ધ થાય છે. સમરાશાહે મલમંદિર અને મૂલબિંબ નવા કરાવ્યાં છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy