SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - શ્રી શત્રુંજય : ૨૪ : [ જૈન તીર્થોને સમરાશાહને પંદરમો ઉદ્ધાર– આપણે ચૌદમા ઉધ્ધારથી લઈને પંદરમા ઉધ્ધાર પહેલાંની શ્રી શત્રુંજય ગિરિરાજની જાહેરજલાલીને ગૌરવભર્યો ઇતિહાસ જોઈ ગયા. તેરમા ઉધ્ધાર અને પંદરમાં ઉધ્ધારની વચમાં ૩૮૪૦૦૦૧ સઘ શત્રુંજયની યાત્રાએ યાત્રા કરવા આવ્યા હતા. સિધ્ધગિરિની મહત્તા, પૂજ્યતા, પ્રતાપ અને વૈભવની યશગાથા હિન્દના ખૂણેખૂણામાં ફેલાઈ હતી. જગડુશાહ, વસ્તુપાલ અને પેથડશાનાં ભવ્ય મંદિરની ખ્યાતિ પણ ખૂબ પ્રસરી હતી. તેવામાં ગુજરાત ઉપર અલાઉદ્દીન ખુનીની રાહ દષ્ટિ પડી. સં. ૧૩૬૮ માં તેણે ગુજરાત છયું. અલપખાનને ગુજરાતને સુબે નીમ્યો અને તે વારંવાર સૌરાષ્ટ્ર ઉપર પણ હુમલા કરવા માંડ્યા. સ. ૧૩૬૮-૬૯ માં શત્રુંજય ઉપર તેણે હમલે કયાં અને ત્યાના મૂલ જિનબિંબને ખડિત કર્યું. ત્યાંના ઘણાં સંદિર અને મૂર્તિઓ પણ તેડી. આ સમાચાર સમરાશાહને મળ્યા. તેમને આ સાંભળી ઘણું દુઃખ થયું. વસ્તુપાલની ભાવિ આશંકા સાચી પડી. કહ્યું છે કે સત્યુની શકા કદી પણ મિથ્યા થતી નથી. અને વસ્તુપાલના મૃત્યુ પછી ૭૦ વર્ષ બાદ મૂલનાયકની એ ભવ્ય મૂર્તિને કઠ% મુસલમાનેએ કર્યું. સમરાશાહ મૂલ પાટણના નિવાસી હતા. બાદશાહ અલ્લાઉદ્દીન સાથે તેમને સીધો સંબંધ હતા. બાદશાહની રજા લઈને સમજાશાહ પાલીતાણે આવ્યા અને અસલમાનોએ ગિરિરાજ ઉપર જે તેડડ કરી હતી તે બધું ઠીક કરાવ્યું મૂલ ૧. શત્રુજય પ્રકાશ પુરતમાં લખ્યું છે કે મુસલમાનોના હુમલાના ડરથી ભાવિક શ્રાવાએ શત્રુંજય ગિરિરાજના પાછલા રસ્તેથી જિનેશ્વર દેવની ઘણી પ્રતિમાઓ ઉતારી ટળા ગઢને રસ્તે પીરમબેટમાં મોકલી દીધી. જ્યારે ઉપદેશતરંગિણી, વિવિધ તીર્થકલ્પ. શર્વાણધ, શત્રુંજયક૫ વગેરેમાં લખ્યું છે કે મૂલબિંબ અને મૂલમદિરને સસલભાએ ભંગ કર્યો. આ ઉપરથી એમ અનુમાન થઈ શકે છે કે બીજાં મંદિરની તિઓ નીચે લઈ જઈ શકાઈ હશે, ત્યારે મૂલબિંબ નહિં લઈ જઈ શકાયું હાય. પીરમબેટમાથી ખેદકામ કરતાં ઘણી જિનમૂર્તિઓ નીકળેલ છે. ૨. સમરાશા, અલાઉદ્દીનને તીકંગ દેશને સૂબેદાર હતા. બાદશાહુ સમજાશાહની A Gર દિ હતા જેથી ઘણીવાર તેને દીલ્હી રેકી રાખો. ત્યારે સમરાશાને શવજયને મદિરભંગના સમાચાર મળ્યા ત્યારે તેણે બાદશાહને કહ્યું કે “આપના . અમારી જ તેડી નાંખી છે. પછી બાદશાહે બધું વૃતાત જાણું સમરાશાના પ્રેમ અને આસ્થી સમગધ્રાની ઇચ્છા મુજબશત્રુદ્ધારમા પૂરી મદદઆપી હતી. (શખપૃ.૮) વિવિધતીથ કલ્પમાં શ્રી જિનપ્રભસૂરિ લખે છે કે દક્યિાચાર(૧૨) વિવારે जावदिस्थापित विम्वं म्लेच्छमग्न कलेवेशात् ॥ १९ ॥
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy