SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] શ્રી શત્રુંજય શોભાવ્યું હતું. ગિરિરાજ ઉપર મંત્રીશ્વર બધુયુગલે શ્રી નેમિનાથજી અને પાનનાથજીનાં ભવ્ય જૈન મંદિર તથા વિશાલ ઈન્દ્રમંડપ બંધાવવાની વ્યવસ્થા કરી, મુખ્ય મંદિર ઉપર ત્રણ સુવર્ણ કલશ ચઢાવ્યા. શાબ પ્રદ્યુમ્ન, અંબાવલેન વગેરે શિખરા કરાવ્યાં. તેમજ તેજપાલે ગિરિરાજ ઉપર શ્રી નંદીશ્વર દ્વીપની રચના કરાવી.૧ પહાડ ઉપર ચઢવાની મુશ્કેલી હતી, રસ્તે કઠીણ હવે તે સુલભ બનાવવા વસ્તુપાલે ગિરિરાજ ઉપર પગથી (પાજ) બંધાવી, જેનો ઉલ્લેખ એક શિલાલેખમાં હતું, જે લેખ ગિરિરાજ ઉપર લાખાડીમાં હતો. આ ઉપરાંત નીચે શહેરમાં ચાત્રાળુઓને પાણીની અડચણ હતી તે દૂર કરવા લલિતાસાગર તથા અનુપમાસવર બંધાવ્યાં. આ સિવાય એ જ સમયે નાગરના શેઠ પુનડશાએ પણ ગિરિરાજ ઉપર અનેક ધાર્મિક કાર્યો કરાવ્યાં છે. મૂલગભારામાં મૂળનાયક શ્રી રાષભદેવજી પ્રભુના અભિષેક માટે હજારે યાત્રી કલશા લઈને ઊભા રહેતા તેમાંથી કેઈ કલશ પડે તે જિનબિંબ ખંડિત થાય, તેમ જ મુસલમાનોના હલ્લા થતા હોવાથી, કુમારપાલના સ્વર્ગવાસ પછી પચીશ વર્ષ ન વીત્યાં ત્યાં સુલતાન શાહબુદ્દીન ઘોરીએ હિન્દ ઉપર ચઢાઈ કરી હતી અને બીજા હુમલા ચાલુ હતા, આવા સમયે કોઈ ગિરિરાજ ઉપર આવીને મૂલબિંબ ખંડિત કરે માટે પહેલેથી બીજી મૂર્તિ તૈયાર રાખવી જોઈએ એમ વિચારી દીર્ઘદશી વસ્તુપાલે દિલ્હીના તે વખતના બાદશાહ મહીનની રજા લઈ મન્માણથી આરસપહાણના મોટા મોટા પાંચ ખંડ મંગાવ્યા, અને બહુ જ મુશ્કેલીથી તેને ગિરિરાજ ઉપર ચઢાવી ત્યાં રખાવ્યા. વિવિધ તીર્થકલ્પકાર લખે છે કે તેમાંથી બે મૂર્તિઓ બનાવીને ત્યાં મુકાવી. જુઓ નીચેના શ્લેક दुःख(ष)मासचिवान म्लेच्छाद्भङ्गं संभाव्य भाविनम् । मंत्रीशः श्रीवस्तुपालस्तेजपालाग्रजः सुधीः ॥११७ ॥ मम्माणोपलरत्नेन , निर्मात्यन्तनिर्मले । भ्यधाद्भुमिगृहे मूर्तीः, आधाहत्पुण्डरीकयोः ॥ ११८ ॥ મંત્રીશ્વરે સ્વેચ્છના ભાવી ઉપદ્રવની સંભાવનાથી મમ્માણના ઉત્તમ પથ્થરની શ્રી ઋષભદેવજી અને શ્રી પડરીકસ્વામીની, એમ બે મૂતિઓ બનાવીને ગુસઘરમાં રાખી. જ્યારે શત્રુંજય તીર્થોધ્ધારના પ્રબન્ધમાં એમ લખ્યું છે કે મમ્મણિથી પાંચ પથ્થર ખડે મંગાવીને મૂક્યા. આવા મહાન ધર્મકાર્યો કરનાર મંત્રીશ્વર વસ્તુપાલે તે વખતના દિલ્હીના પાદ ૧, હાલ શ્રી આદિનાથના મુખ્ય મંદિરની બન્ને તરફ શ્રી મંદિરસ્વામીનું તથા નવા આદીશ્વરનું જિનાલય છે તે મૂળ વસ્તુપાલ તેજપાલે બંધાવ્યાનું કહેવાય છે. ૨. આ શિલાલેખ ભાવનગર સ્ટેટ તરફથી પ્રકાશિત લેખસંગ્રહમાં છપાયેલ છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy