SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - પાવાપુરી = ૪૬૨ : [ જેન તીથી ગામનું મોટું ભવ્ય જિનમંદિર તેની પાસેની વિશાળ ધર્મશાળાઓ કે જેમાં શ્વેતામ્બર જૈન સંઘની પેઢી છે, જે આ તીર્થની થવસ્થા કરે છે. તે તથા સમવસરણ જિનમંદિર અને જળમંદિર તથા અનેક જૈન શ્વેતાંબર ધર્મશાળાઓ કે જે શ્વેતામ્બર જૈન સંઘના તાબામાં છે. શ્રી વેતાંબર જન સંધ તરફથી જળમંદિરના તળાવની ચેતરફ ફરતી જમીન ઉપર બેઠકે રાખવામાં આવી છે. ત્યાં રથયાત્રાને વરઘડો થતાંબર તરફથી નીકળે છે તથા તળાવની રક્ષા, સુધારાવધારે મધુ શ્વેતાંબર જૈન કારખાના તરફથી જ થાય છે. શ્રી વેતાંબર જૈન પેઢીના વ્યવસ્થાપક બાબુ ધનુલાલજી સુચની ઘણું જ સારી વ્યવસ્થા રાખતા હતા-હાલમાં લક્ષ્મીચંદજી સુચની વહીવટ કરે છે. દિવાળીના દિવસે માં મોટે મેળે ભરાય છે; હારે નયાત્રીઓ આવે છે. આ વખતે અજીમગંજના શ્વેતાંબર જૈન સંગ્રહસ્થ વ્યવસ્થા સારી જાળવે છે, તાંબર પેઢી પણ ખૂબ સેવા બજાવે છે અને તીર્થને હિસાબ જાહેરમાં જ સંભળાવાય છે. પાવાપુરીને અને શ્વેતાંબર તથા દિગબર વચ્ચે અદાલતેમાં વિવાદ ચાલે છે. એની પાછળ અને સમાજના લાખ રૂપીઓ વેડફાઈ ગયા છે. દિગંબર ભાઈએ કહે છે કે-જનમદિરમાં પહેલાં પ્રતિમાજી ન હતા. જ્યારે આજથી લગભગ ત્રણસો વર્ષ પહેલાં લખાએલી તીર્થમાળામાં એક-બે નહીં, પાંચ-પાંચ પ્રતિમાઓ હેવાને ઉલેખ છે. “ સરોવરમાંહિ શુદ્ધ વિહાર, જાણે ભવિયને આધાર; જિનપ્રતિમાં પાંચ પગલાં, પૂજી પ્રણામી કી જઈ સેવ.” મંદિરમાં જીર્ણોદ્ધાર વખતે પાયામાંથી બે હજાર વર્ષ પહેલાની છે ટે મળી આવવાનું પુરવાર થયું છે, અને એ જીદ્ધાર કરાવનાર વેતામ્બર શેઠજીને લેખ છે, સાવરમાં સાપ, માછલાં, દેડકાં પુષ્કળ પ્રમાણમાં છે પણ એમ કહેવાય છે કે-એ એક-બીજાને બીલકુલ રંજાડતા નથી. વીર પ્રભુની છાયામાં પ્રાણી માત્ર અહીં અભય-આશ્રય અનુભવે છે. દિવાળી ઉપર અહી મેટા મેળા ભરાય છે. એ વખતે એટલે કે ભગવાનના નિર્વાણુ સમયની પળમાં ભગવાનની પાદુકા ઉપરનું છત્ર આપોઆપ ફરકે છે. ભગવાનની ભરમ-રજથી પવિત્ર બનેલી ભૂમિને એ એક ચમત્કાર ગણાય છે. બધી રીતે જોતાં પાવાપુરી શ્રી જૈન સંઘનું મહાન તીર્થક્ષેત્ર છે. વિવિધ તીર્થકલપકાર પાવાપુરી તીર્થ માટે લખે છે કે “મધ્યમ પાવાનું પહેલાં નામ અપાપા(પાવાપુરી નામ હતું. ભગવાન મહાવીર દેવના નિર્વાણ પછી ઈન્દ્રમહારાજે તેનું નામ પાવાપુરી જાહેર કર્યું આગળ વિશેષતા દેખાડતાં કહે છે કે ભગવાન શ્રી મહાવીર દેવના કાનમાં
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy